ગઈ કાલે નૉર્ધર્ન ફિલિપીન્સના બિબિક્લેટ નામના ગામડામાં એક ખાસ ફેસ્ટિવલ યોજાયો હતો.
કેળનાં કપડાં
કેળનાં કપડાં
ગઈ કાલે નૉર્ધર્ન ફિલિપીન્સના બિબિક્લેટ નામના ગામડામાં એક ખાસ ફેસ્ટિવલ યોજાયો હતો. સેન્ટ જૉન ચર્ચમાં બૅપ્ટિસ્ટ ફેસ્ટિવલ દરમ્યાન લોકો સૂકવેલાં કેળનાં પાંદડાં ઓઢીને પ્રેયર કરવા જાય છે.
ADVERTISEMENT
આ કૉસ્ચ્યુમ્સ તમે રિયલ લાઇફમાં પહેરી શકો ખરા?

હાલમાં ચાલી રહેલા પૅરિસ ફૅશન વીકના વિન્ટર ૨૦૨૪ સીઝનમાં રજૂ થયેલી ક્યુટ્યુઅર ડિઝાઇન્સમાં આયરિશ હેર્પેન નામના ડિઝાઇનરે તૈયાર કરેલાં આ કપડાં લોકોએ બેમોઢે વખાણ્યાં છે. આ વખતે કૉસ્ચ્યુમ પ્રેઝન્ટ કરવાની મૉડલ્સની રીતમાં પણ બદલાવ આવ્યો છે. જાણે દીવાલ સાથે ફોટોફ્રેમમાં જડાઈ ગઈ હોય એ રીતે પોઝ આપતી આ મૉડલ્સે જે કપડાં પહેર્યાં છે એ રિયલ લાઇફમાં પહેરાય ખરાં?
રામ સેતુ

યુરોપિયન સ્પેસ એજન્સીએ તાજેતરમાં દરિયામાં હજીયે હયાત એવા રામ સેતુની તસવીરો શૅર કરી છે. રામેશ્વરમથી શ્રીલંકાના મન્નાર ટાપુને જોડતા લગભગ ૪૮ કિલોમીટરના માર્ગમાં દરિયાના પાણીની અંદરનો સેતુ જોવા મળે છે. આ તસવીર કૉપરનિક્સ સેન્ટિનેલ-ટૂ મિશન સૅટેલાઇટ દ્વારા લેવાઈ છે.
હેં!?
ન્યુ ઝીલૅન્ડની એક યુવતીએ તેના લાંબા સમયના બૉયફ્રેન્ડ સામે વર્બલ કૉન્ટ્રૅક્ટ તોડવાનો કેસ કર્યો છે. બૉયફ્રેન્ડ આ બહેનને બહારગામ જવાનું હતું ત્યારે ઍરપોર્ટ મૂકવા ન આવતાં તેમની ફ્લાઇટ ચૂકી ગયાં હતાં એટલે એની ભરપાઈ બૉયફ્રેન્ડે કરી આપવી એવો દાવો ઠોક્યો હતો.
ક્યા બાત હૈ!
ફૂડમાં આર્ટિફિશ્યલ રંગોને કારણે સ્વાસ્થ્ય પર થતી આડઅસરની ફરિયાદો નોંધાતાં કર્ણાટક સરકારે ચિકન કબાબ, ફિશ, વેજિટેબલ ડિશિઝમાં કૃત્રિમ રંગ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જે લોકો આ રંગ વાપરતાં પકડાશે તેને ૧૦ લાખ રૂપિયા અથવા ૭ વર્ષની જેલની સજાની જોગવાઈ કરી છે.


