ફૂડ ડિલિવર કરવા આવેલા ડિલિવરી બૉયને કસ્ટમરે બર્થ-ડે સરપ્રાઇઝ આપી હતી. અમદાવાદની આ ઘટનામાં ઇન્સ્ટાગ્રામ યુઝર યશ શાહે ઝોમાટો ઍપમાં ફૂડનો ઑર્ડર આપ્યો હતો.
કોઈ ફૂડ ડિલિવરી બૉયને આવી બર્થ-ડે સરપ્રાઇઝ નહીં મળી હોય
ફૂડ ડિલિવર કરવા આવેલા ડિલિવરી બૉયને કસ્ટમરે બર્થ-ડે સરપ્રાઇઝ આપી હતી. અમદાવાદની આ ઘટનામાં ઇન્સ્ટાગ્રામ યુઝર યશ શાહે ઝોમાટો ઍપમાં ફૂડનો ઑર્ડર આપ્યો હતો. ઍપમાં ડિલિવરી બૉયના નામ-નંબરની વિગતો મળવા સાથે તેનો જન્મદિવસ હતો એ પણ લખ્યું હતું. યશ શાહ અને તેના મિત્રોએ ડિલિવરી બૉયનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું. ડિલિવરી બૉય શેખ આકિબ ધોધમાર વરસાદમાં પણ સમયસર ફૂડ ડિલિવર કરવા યશના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલીને સૌએ પહેલાં હૅપી બર્થ-ડેનું ગીત ગાયું અને ગિફ્ટ પણ આપી. સરપ્રાઇઝથી આકિબ સરપ્રાઇઝ થઈ ગયો અને ભાવુક બની ગયો.


