Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતા સાથે કચરો વીણતી યુવતી મૉડલ બની ગયા પછી પણ કચરો વીણવાનું કામ કરે છે

પિતા સાથે કચરો વીણતી યુવતી મૉડલ બની ગયા પછી પણ કચરો વીણવાનું કામ કરે છે

Published : 02 October, 2026 03:16 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં કચરો વીણવાનું કામ કરતી ૨૦ વર્ષની એક છોકરી રાતોરાત મૉડલ બની ગઈ હતી

મિન્ગહુઈ

અજબ ગજબ

મિન્ગહુઈ


ચીનમાં કચરો વીણવાનું કામ કરતી ૨૦ વર્ષની એક છોકરી રાતોરાત મૉડલ બની ગઈ હતી. કચરાના ઢેરમાંથી અલગ-અલગ પ્રકારનો કચરો તારવવાનું કામ કરતી મિન્ગહુઈ નામની આ કન્યાનો વિડિયો વાઇરલ થયો છે. તેના બૉયફ્રેન્ડના પિતાના કચરા-કલેક્શનના કામમાં તે મદદ કરી રહી હતી. એ તસવીરો વાઇરલ થતાં લોકોએ તેના ચહેરાનાં ફીચર્સ અને હાઇટનાં ખૂબ વખાણ કર્યાં. આ કમેન્ટ્સ ચીનના એક મૉડલની નજરમાં આવી. તેને પણ લાગ્યું કે આ છોકરી તો જન્મજાત સુપરમૉડલ છે. એ પછી ચીની ફૅશન-ડિઝાઇનરે લક્ઝરી આર્ટ-બ્રૅન્ડ માટે મિન્ગહુઈને લીધી. તેણે એક કાર-કંપની માટે પણ મૉડલિંગ કર્યું અને હવે તેની પાસે રેગ્યુલર મૉડલિંગનું કામ સામેથી આવી રહ્યું છે. એમ છતાં તે જ્યારે પણ નવરી પડે ત્યારે બૉયફ્રેન્ડના પરિવારની સાથે કચરો છાંટવાના કામમાં લાગી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 03:16 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK