માએ પોતાની મર્યાદા ભૂલીને દીકરીનો જીવનસાથી થઈ શકે એટલી ઉંમરના યુવક સાથે મંદિરમાં જ વરમાળા પહેરાવીને લગ્ન કરી લીધાં હતાં
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં અલીગઢનાં સાસુ-જમાઈ ભાગી ગયાં હોવાનો વિવાદાસ્પદ કિસ્સો હજી જૂનો નથી થયો એવામાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી લગભગ એવી જ ઘટના સામે આવી છે. અહીં દીકરી માટે છોકરો જોવા ગયેલી માને છોકરો પોતાના માટે જ પસંદ આવી ગયો હતો. પહેલી વાર મળ્યા પછી બન્નેએ એકબીજા સાથે ફોન પર વાત કરવાની શરૂ કરી હતી. વાતો કરતાં-કરતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો અને માએ પોતાની મર્યાદા ભૂલીને દીકરીનો જીવનસાથી થઈ શકે એટલી ઉંમરના યુવક સાથે મંદિરમાં જ વરમાળા પહેરાવીને લગ્ન કરી લીધાં હતાં.


