શકીલને કુલ ૧૦ સંતાનો છે અને તેની સાથે ભાગી જનારી મહિલાને ૬ સંતાનો છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના કાસગંજમાં પાંચમી જૂને શકીલ નામનો માણસ તેના દીકરાની થનારી સાસુ સાથે ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રેમ આંધળો છે એવું કહેવાય છે, પણ પ્રેમ કદી નાત-જાત અને ધર્મ પણ નથી જોતો. શકીલ ઈ-રિક્ષા ચલાવે છે અને તેને ઑલરેડી ૧૦ સંતાનો છે. શકીલ તેના ફ્રેન્ડના ઘરે અવારનવાર તેની દીકરીનો હાથ પોતાના દીકરા માટે માગવા માટે જતો હતો. એ કારણસર તે ફ્રેન્ડની પત્ની સાથે વાતચીત કરતો થઈ ગયો હતો. જ્યારે શકીલના દીકરા સાથે પેલા ફ્રેન્ડની દીકરીનું સગપણ નક્કી થયું ત્યાં સુધીમાં શકીલે દીકરીની માને પોતાના પ્રેમમાં પળોટી લીધી હતી. બે મહિનામાં જ તેમણે પોતાનાં દીકરા-દીકરીનાં લગ્ન નક્કી કરી નાખ્યાં. જોકે એ જ કારણે તેની મા અને શકીલને લાગ્યું કે એક વાર લગ્ન થઈ જશે એ પછીથી તેમને માટે એક થવું મુશ્કેલ થઈ જશે. બસ, સંતાનોનાં લગ્ન થવાના દસ દિવસ બાકી હતા ત્યારે જ બન્ને ભાગી ગયાં. ભાગી જનાર શકીલને કુલ ૧૦ સંતાનો છે અને તેની સાથે ભાગી જનારી મહિલાને ૬ સંતાનો છે. પોતાનાં સંતાનોને પરણાવવાની ઉંમરે બન્નેએ ભાગીને નવું ઘર વસાવી લીધું.

