દહેજને કારણે સુસાઇડ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
દહેજને કારણે સુસાઇડ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યાં છે. હાલમાં એ માટેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા ૨૦૨૨ના છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨માં આ કારણસર ૨૧૩૮ કેસ નોંધાયા હતા. દહેજને કારણે બિહારમાં ૧૦૫૭ મૃત્યુ થયાં હતાં. મધ્ય પ્રદેશમાં ૫૧૮, રાજસ્થાનમાં ૪૫૧ અને પશ્ચિમ બંગાળમાં ૪૦૬ મૃત્યુ થયાં હતાં. આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ્સ, ગોવા, મિઝોરમ, મણિપુર, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખમાં એક પણ મૃત્યુ દહેજને કારણે નથી થયાં. હિમાચલ પ્રદેશ, મેઘાલય અને પૉન્ડિચેરીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૧૦ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં ૧૮૦ કેસ નોંધાયા છે. ભારતભરમાં ૨૦૨૨માં ટોટલ ૬૪૫૦ કેસ દહેજને કારણે મૃત્યુના નોંધાયા છે.

