પોતાના ઘરનો હિસ્સો ભાડે આપવા માગતી મહિલા આ ચૅટમાં શિવાંગીને પૂછે છે કે તને બૉયફ્રેન્ડ છે
અજબગજબ
વાયરલ સ્ક્રીન શૉટ
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શિવાંગી શાહ નામની યુવતીએ પોસ્ટ કરેલો એક વૉટ્સઍપ-ચૅટનો સ્ક્રીનશૉટ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. શિવાંગી હકીકતમાં દિલ્હીને અડીને આવેલા ગુડગાંવમાં ભાડા પર ઘર શોધી રહી છે અને આ સંદર્ભમાં ફ્લૅટમેટ શોધતી એક મહિલા સાથે થયેલી ચૅટ તેણે શૅર કરી છે. પોતાના ઘરનો હિસ્સો ભાડે આપવા માગતી મહિલા આ ચૅટમાં શિવાંગીને પૂછે છે કે તને બૉયફ્રેન્ડ છે. જવાબમાં શિવાંગી કહે છે કે હા છે, પણ તે ગુડગાંવમાં નથી રહેતો. પેલી મહિલા હવે પૂછે છે કે તારી આ રિલેશનશિપ સિરિયસ પ્રકારની છે. શિવાંગી જવાબમાં હા કહે છે અને એની સામે પહેલી મહિલાની વાત ચોંકાવનારી છે. તે કહે છે કે હું ટાઇમપાસ માટેના સંબંધોમાં માનું છું અને એવી જ વ્યક્તિને ઘર ભાડે આપવા માગીશ.