આપણામાંથી ઘણા લોકો કોઈ જ કારણ વગર, સમજ્યા-વિચાર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરતા હોય છે, વ્યર્થ મીમ્સ જોયા કરતા હોય છે, સ્ક્રીન પર સતત આંગળીથી રીલ્સ ધકેલ્યા જ કરતા હોય છે.
બ્રેઇન રૉટ
આપણામાંથી ઘણા લોકો કોઈ જ કારણ વગર, સમજ્યા-વિચાર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરતા હોય છે, વ્યર્થ મીમ્સ જોયા કરતા હોય છે, સ્ક્રીન પર સતત આંગળીથી રીલ્સ ધકેલ્યા જ કરતા હોય છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ડિક્શનરીમાં આ સ્થિતિ માટે એક શબ્દ છે : બ્રેઇન રૉટ. કોઈ વ્યક્તિની માનસિક કે બૌદ્ધિક સ્થિતિનું બગડી જવું, એ આ શબ્દનો અર્થ છે. બેકાર કે ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી સામગ્રીના વધુપડતા ઉપયોગનું પરિણામ પણ કહેવાય છે. ૨૦૨૩થી ૨૦૨૪ વચ્ચે આ શબ્દનો ઉપયોગ ૨૩૦ ટકા વધી ગયો છે. મનોવિજ્ઞાની અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઍન્ડ્ર્યુ પ્રિઝબિલ્સ્કીનું કહેવું છે કે આ શબ્દની લોકપ્રિયતા અત્યારના સમયની વાસ્તવિકતા દર્શાવે છે.


