Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬ વર્ષની છોકરીએ લીંબુપાણી વેચવાનું શરૂ કરેલું, ૭ વર્ષમાં ૫૦ લાખ રૂપિયા ભેગા કર્યા

૬ વર્ષની છોકરીએ લીંબુપાણી વેચવાનું શરૂ કરેલું, ૭ વર્ષમાં ૫૦ લાખ રૂપિયા ભેગા કર્યા

Published : 02 October, 2026 03:19 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની નાની બહેન જુન સાથે મળીને ચૅરિટી ભંડોળ એકત્ર કરવા માટે લીંબુપાણી વેચવાનું શરૂ કરેલું.

ગ્રેસ હેન્ડ્રિઅન

અજબ ગજબ

ગ્રેસ હેન્ડ્રિઅન


અમેરિકામાં ગ્રેસ હેન્ડ્રિઅન નામની ૬ વર્ષની છોકરીએ તેની નાની બહેન જુન સાથે મળીને ચૅરિટી ભંડોળ એકત્ર કરવા માટે લીંબુપાણી વેચવાનું શરૂ કરેલું. આ કામ શરૂ થયેલું ૨૦૧૯માં. ઇલિનૉઇમાં રહેતી આ બન્ને બહેનોએ સાલ્વેશન આર્મી થકી સેવાકાર્યોમાં મદદ કરવા માટે આ કામ આરંભ્યું હતું. ક્યાંકથી જરૂરિયાતમંદ લોકોને મદદની જરૂર છે એવી ખબર પડતાં ગ્રેસે પેરન્ટ્સને કહેલું કે તેને પોતાની રીતે મદદ કરવી છે. આ સાંભળીને તેની મમ્મીએ ૧૦ ડૉલર આપેલા અને કહ્યું હતું કે રકમ ફંડમાં નોંધાવી દેજે. જોકે આ કન્યાએ ડાયરેક્ટ એ રકમ ભંડોળમાં આપવાને બદલે એમાંથી લીંબુપાણી બનાવ્યું અને પોતે આ ચૅરિટી માટે ભંડોળ એકત્ર કરવા માટે આ કામ શરૂ કર્યું છે એવું પાટિયું પણ લગાવ્યું. નવાઈની વાત એ છે કે તેને રોકાણ કરતાં પચાસ ગણી રકમ મળી. એ પછી તો તેણે દરેક રજામાં લીંબુપાણીનો સ્ટૉલ નાખીને આ કામ શરૂ કર્યું. સાત વર્ષથી આ કામ કરીને આ બહેનોએ લગભગ ૫૩,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૫૦ લાખ રૂપિયા એકત્ર કરીને સાલ્વેશન આર્મી ફન્ડમાં આપ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 03:19 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK