૨૦૦૬માં ચીનના મકાઉમાં એક હોટેલની લૉબીમાં કાચની ફર્શની નીચે ભોંયતળિયે લગભગ ૭૯ કિલો સોનાની ઈંટો લગાવવામાં આવી હતી
હોટેલની લૉબીમાં કાચની ફર્શની નીચે ભોંયતળિયે લગભગ ૭૯ કિલો સોનાની ઈંટો લગાવવામાં આવી હતી
૨૦૦૬માં ચીનના મકાઉમાં એક હોટેલની લૉબીમાં કાચની ફર્શની નીચે ભોંયતળિયે લગભગ ૭૯ કિલો સોનાની ઈંટો લગાવવામાં આવી હતી. લોકોને ચાલતી વખતે સોના પર ચાલતા હોય એવો અનુભવ મળતો હોવાથી એને ગોલ્ડન પાથવે કહેવામાં આવતો હતો. દુનિયાભરના અમીરો સોનાના આ રોડ પર ચાલવાના અનુભવ માટે આવતા હતા. ગ્રૅન્ડ એમ્પરર નામની આ હોટેલ સોનાના પાથવે માટે જ જાણીતી હતી. જોકે હવે આ હોટેલની પેરન્ટ કંપનીએ આ હોટેલ બીજાને વેચી દીધી છે. આ નવી કંપનીએ સોનાની ટાઇલ્સને વેચી નાખવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડન પાથવે તોડી પાડવા પાછળ ઘણાં કારણો છે. એક તો મકાઉમાં સરકારી નિયમો બદલાયા હોવાથી હવે હોટેલે કસીનો બંધ કરવું પડ્યું છે. હોટેલ રીડેવલપ થઈ રહી છે અને નવી થીમમાં સોનાનો સમાવેશ કરવાની જરૂર નથી. સોનાના ભાવ આસમાને છે ત્યારે કંપનીએ એને વેચીને રોકડી કરી લેવાનું નક્કી કર્યું અને માત્ર હોટેલની થોડીક સોનાની ટાઇલ્સ વેચીને ૧૧૭ કરોડ રૂપિયા ઊપજ્યા હતા.


