Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખેડૂતે ડ્રોનમાં ડુક્કરને કતલખાને મોકલ્યું, પણ ડ્રોન વીજળીના તારમાં ફસાઈ જતાં આખું ગામ દસ કલાક અંધારામાં રહ્યું

ખેડૂતે ડ્રોનમાં ડુક્કરને કતલખાને મોકલ્યું, પણ ડ્રોન વીજળીના તારમાં ફસાઈ જતાં આખું ગામ દસ કલાક અંધારામાં રહ્યું

Published : 11 February, 2026 03:13 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં એક ખેડૂતે પોતાના ડુક્કરને કતલખાને મોકલવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. અંતરિયાળ અને પહાડી ગામોમાંથી તળેટીના વિસ્તારોમાં માલસામાન પહોંચાડવા માટે ચીનમાં ડ્રોનનો ઉપયોગ બહુ કૉમન છે.

ખેડૂતે ડ્રોનમાં ડુક્કરને કતલખાને મોકલ્યું

ખેડૂતે ડ્રોનમાં ડુક્કરને કતલખાને મોકલ્યું


ચીનમાં એક ખેડૂતે પોતાના ડુક્કરને કતલખાને મોકલવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. અંતરિયાળ અને પહાડી ગામોમાંથી તળેટીના વિસ્તારોમાં માલસામાન પહોંચાડવા માટે ચીનમાં ડ્રોનનો ઉપયોગ બહુ કૉમન છે. ખેડૂતે જીવતા ડુક્કરને કતલખાને મોકલવા માટે ડ્રોન વાપર્યું હતું. જોકે ડ્રોન રસ્તામાં વીજળીના તારમાં અટવાઈ ગયું. સિચુઆન પ્રાંતના પહાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. ડુક્કરને ગાડીમાં લાવવા-લઈ જવાનું મુશ્કેલ હોવાથી ડ્રોનનો ઉપયોગ થયો હતો. જોકે સાંજના સમયે ડ્રોન સાથે બાંધી દીધા પછી વિઝિબિલિટી પૂરી ન હોવાથી ડ્રોન સાથે જોડાયેલી રસ્સી હાઈ-વૉલ્ટેજ વીજળીનું વહન કરતા તારમાં ફસાઈ ગઈ હતી. એને કારણે શૉર્ટ સર્કિટ થયું અને આખા વિસ્તારની વીજળી કપાઈ ગઈ. ગામલોકોએ ૧૦ કલાકની મહેનત કરીને પેલા ડુક્કરવાળા ડ્રોનને તારથી છૂટું પાડ્યું અને મહામુશ્કેલીએ ગામમાં વીજળી પાછી આવી. શહેરમાંથી ૧૨ નિષ્ણાતોની ટીમ આવી અને ૧.૧૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો ત્યારે વીજળીના તારનું કામ પાર પડ્યું.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 03:13 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK