Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ટ્રેડ યુનિયનની હડતાળને મહારાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ

ન્યૂઝ શોર્ટમાં: ટ્રેડ યુનિયનની હડતાળને મહારાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ

Published : 13 February, 2026 07:29 AM | Modified : 13 February, 2026 12:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરામાં લેબર કમિશનરની ઑફિસની બહાર ટ્રેડ યુનિયનના સભ્યોએ પ્રદર્શન કર્યું હતું.

બાંદરામાં લેબર કમિશનરની ઑફિસની બહાર કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને  ખેડૂત-સંગઠનોએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં.

બાંદરામાં લેબર કમિશનરની ઑફિસની બહાર કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત-સંગઠનોએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં.


ગુરુવારે ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની કામદારવિરોધી, ખેડૂતવિરોધી અને રાષ્ટ્રવિરોધી કૉર્પોરેટ-કેન્દ્રીય નીતિઓ સામે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને મહારાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર લેબર કોડ્સ પાછા ખેંચવા માટે વિરોધ અને સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ બંધ કરવા, ખાલી જગ્યાઓ ભરવા, કૉન્ટ્રૅક્ટ-આધારિત કામ બંધ કરવા અને લઘુતમ પગાર ૩૦,૦૦૦ રૂપિયા કરવાની માગણી સાથે હડતાળ કરવામાં આવી હતી. બાંદરામાં લેબર કમિશનરની ઑફિસની બહાર ટ્રેડ યુનિયનના સભ્યોએ પ્રદર્શન કર્યું હતું.

જેલમાં બંધ ઇમરાન ખાનની જમણી આંખની ૮૫ ટકા રોશની જતી રહી છે



પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હેલ્થ વિશેના અપડેટથી ખળભળાટ મચી ગયો છે. જમણી આંખમાં સેન્ટ્રલ  રેટિનલ વેઇન ઑક્લુઝન (CRVO) નામની ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું છે અને એને કારણે તેમની ૮૫ ટકા દૃષ્ટિ જતી રહી છે. જો તેમને સમયસર સારવાર નહીં મળે તો કાયમી સંપૂર્ણ દૃષ્ટિહીનતા આવી શકે છે. પાકિસ્તાની વર્તમાનપત્ર ‘ડૉન’ના રિપોર્ટ મુજબ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઇમરાન ખાનની આંખની તપાસ માટે એક સ્પેશ્યલ મેડિકલ ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે ઇમરાનને તેમનાં સંતાનો સાથે વાત કરવાની પરવાની આપવામાં આવે. આંખોની તપાસ અને ફોન-કૉલ બન્ને ૧૬ ફેબ્રુઆરી પહેલાં કરવામાં આવે.


ચીનના શાંઘાઈ શહેરમાં આંખના પલકારામાં જમીન ધસી ગઈ અને મોટો ખાડો પડી ગયો


ચીનના ફાઇનૅન્શિયલ સેન્ટર શાંઘાઈમાં બુધવારે ટ્રાફિકના રોજિંદા ધસારા વચ્ચે એક વ્યસ્ત રસ્તામાં અચાનક મોટો ખાડામાં પડી ગયો હતો. સેકન્ડોમાં બનેલી આ ઘટનાનો વિડિયો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ચીનના સૌથી આધુનિક શહેર શાંઘાઈમાં આંખના પલકારામાં આવું થતાં લોકો અચંબામાં મુકાયા હતા. શાંઘાઈના મિનહાંગ જિલ્લામાં બનેલી આ ઘટનાનાં ફુટેજ દર્શાવે છે કે ડામરમાં ઝડપથી તિરાડો ફેલાઈ ગઈ અને થોડી વારમાં જ એક મોટો ખાડો પડી ગયો, જેને કારણે રસ્તાનો મોટો ભાગ જમીનમાં સમાઈ ગયો અને આસપાસનાં બિલ્ડિંગોને એની અસર થઈ હતી. એક દિવસ પહેલાં જ ઝિયામેન મેટ્રોલાઇન માટે ખોદકામ દરમ્યાન કામદારોએ પાણી-લીકેજ જોયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ ઝડપી શહેરીકરણ અને એનાથી થતાં જોખમોને વાચા આપી છે.

લોકલના દરવાજા પર ઊભેલો યુવક વૈતરણા નદીમાં પડી ગયો, ગાર્ડની સતર્કતાથી બચ્યો

લોકલ ટ્રેનમાં બોઇસરથી બોરીવલી જઈ રહેલા એક યુવકે બૅલૅન્સ ગુમાવતાં તે વૈતરણા નદીમાં પડી ગયો હતો. રેલવે ટ્રૅક મેઇન્ટેનન્સ ગાર્ડે તરત જ સ્થાનિક લોકોની મદદથી તેને બચાવી લીધો હતો. પોલીસ આપેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે બોઇસરથી બોરીવલી જતો એક યુવક ટ્રેનના દરવાજામાં ઊભો હતો. ટ્રેન વૈતરણા નદીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે યુવકનું બૅલૅન્સ ખોરવાતાં તે ટ્રેનમાંથી પડી ગયો. એ વખતે નજીકમાં હાજર રેલવે ટ્રૅક મેઇન્ટેનન્સ ગાર્ડે યુવકને પડતાં જોયો એટલે તાત્કાલિક મદદ માટે નજીકમાં રહેતા સ્થાનિકોને અલાર્મ વગાડીને સૂચના આપી હતી. એને પગલે બે સ્થાનિકો તેમની હોડી લઈને ઘટનાસ્થળ સુધી પહોંચ્યા હતા. નસીબજોગે યુવક બ્રિજ નીચેના થાંભલાની પાળી પર ઊભો હતો. તેને તરત જ હોડીમાં બેસાડીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો.

૧૨ મે સુધી તિલક બ્રિજ પર દિવસના સમયે ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે

દાદરનો તિલક બ્રિજ ૧૨ મે સુધી ભારે વાહનો માટે બંધ રહેશે. મુંબઈની ટ્રાફિક-પોલીસે કરેલી જાહેરાત મુજબ એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર અને સાયન રોડ ઓવરબ્રિજના કન્સ્ટ્રક્શન માટે થાણે અને નવી મુંબઈના ટ્રાફિકને ધારાવી રૂટ અને તિલક બ્રિજ રૂટ દ્વારા માટુંગા અને દાદર તરફ વાળવામાં આવ્યો છે જેને કારણે આ રસ્તાઓ પર ભારે ભીડ થાય છે.  એને પગલે ૧૨ ફેબ્રુઆરીથી ૧૨ મે સુધી સવારે ૭ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી ભારે વાહનો તિલક બ્રિજ પર પ્રવેશી શકશે નહીં.

ડૉક્ટરે ૧૦ દિવસની બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દીધી

મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા જિલ્લામાં એક ડૉક્ટરે ૧૦ દિવસની બાળકીને ૩ લાખ રૂપિયામાં વેચી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરે નાગપુરની એક બિનસરકારી સંસ્થામાં મફત સારવાર આપવાનો ખોટો દાવો કરીને બાળકીને તેનાં માતાપિતા પાસેથી લઈ લીધી હતી. ભંડારાના મહિલા અને બાળ વિકાસ વિભાગને બાતમી મળતાં તેમણે કાર્યવાહી કરી હતી. મુખ્ય આરોપી ગોંદિયાના ડૉ. નિતેશ બાજપાઈ સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK