કપડાં લેવા-દેવાના બહાને તેમની વચ્ચે વાતચીત વધી અને પ્રેમસંબંધ થઈ ગયો
પ્રેમીપંખીડાં
ઉત્તર પ્રદેશના અલીગઢમાં અનીતા નામની મહિલા દીકરીના મંગેતર રાહુલ સાથે ભાગી ગયેલી એ વાત બહુ ચર્ચામાં આવી હતી. દીકરી માટે મુરતિયો જોવા ગયેલી અનીતાદેવીએ દીકરીએ પસંદ કરેલા છોકરા સાથે ભાગીને ઘર માંડી દીધું હતું. લગભગ ૧૦ મહિના સાથે રહ્યા પછી હવે તેણે રાહુલને પણ દગો આપ્યો. હવે રાહુલે પોલીસમાં ફરિયાદ કરી છે કે અનીતા તેના ઘરમાંથી બે લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. વાત એમ છે કે આ વખતે હવે અનીતાદેવી તેના ભૂતપૂર્વ પતિના બનેવી સાથે ફરાર થઈ ગઈ છે. અનીતાદેવી રાહુલ સાથે બિહારના સીતામઢી જિલ્લામાં રહેવા લાગી હતી. એ દરમ્યાન તે પહેલા પતિ જિતેન્દ્રકુમારના બનેવીના સંપર્કમાં આવી હતી. તે કપડાંના વેપારી હતા. કપડાં લેવા-દેવાના બહાને તેમની વચ્ચે વાતચીત વધી અને પ્રેમસંબંધ થઈ ગયો. બસ, એ પછી અનીતાદેવી રાહુલને છોડીને બનેવી સાથે રહેવા જતી રહી છે.


