પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસથી અલગ થવાની વારંવાર થતી ચર્ચા વિશે સ્પષ્ટતા કરી
પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ફાઇલ તસવીર
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. એજ-ગૅપ, ઇન્ટરકલ્ચરલ લગ્ન અને અલગ-અલગ બૅકગ્રાઉન્ડને લઈને કપલે ભારે ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. લગ્ન પછી ક્યારેક તેઓ અલગ થવાનાં હોવાની અફવા ઊડી તો ક્યારેક કહેવામાં આવ્યું કે તેઓ માત્ર ‘પર્ફેક્ટ કપલ’ બનવાનો દેખાવ કરે છે. હવે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ અફવા વિશે વાત કરી છે.
પ્રિયંકાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું અને નિક આઠ વર્ષથી સાથે છીએ. અમારાં લગ્ન થયાં ત્યારથી લોકો અમારો સંબંધ તૂટવાની રાહ જોઈ રહ્યા છે. જો લોકો અમારો સંબંધ તૂટવાની રાહ જોઈ રહ્યા છે તો એ તેમની મરજી છે. મેં આને વિશે વિચારવાનું બંધ કરી દીધું છે. મને ખબર નથી કે અમારા વિશે એવું શું હતું જે લોકોને ગમતું નહોતું. કદાચ આ વિચારનું કારણ ઇન્ટરકલ્ચરલ નેચર હશે. અલગ દેશ, અલગ ધર્મ અને ઉંમરમાં તફાવત જેવાં કારણોને લીધે આ ચર્ચા ચાલતી હશે. આ બધું શરૂઆતમાં દુઃખદાયક હતું, પરંતુ અમે એકબીજાને પ્રાથમિકતા આપી. અમે બહાર શું ચાલી રહ્યું છે એ જોવાને બદલે ફક્ત એકબીજાને જ જોયાં.’
ADVERTISEMENT
પ્રિયંકા બનવાની છે બૉન્ડ ગર્લ?
પ્રિયંકા ચોપડાની હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’ જલદી જ રિલીઝ થવાની છે. એમાં પ્રિયંકા જબરદસ્ત ઍક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન વચ્ચે પ્રિયંકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના આવનારા પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરી હતી. આ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાની કરીઅર વિશે વિગતવાર વાત કરી હતી. આ સમયે જ્યારે તેને ‘007 બૉન્ડ’ સિરીઝ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ ખરેખર ગ્લોબલ બની શકે છે. મેકર્સ કયો રસ્તો પસંદ કરે છે એ જોવા માટે હું ઉત્સાહીત છું.’ પ્રિયંકાના આ નિવેદન બાદ ફૅન્સમાં ચર્ચા ચાલી છે કે પ્રિયંકા હવે ‘બૉન્ડ ગર્લ’ બનવાની તૈયારીમાં છે. જોકે પ્રિયંકાએ તેને આ રોલ માટે સાઇન કરવામાં આવી હોવાના મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી.


