દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કૉર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને મોટી બેંચને મોકલી હતી. સુપ્રીમ કૉર્ટે અવલોકન કર્યું કે `ચૂંટાયેલા નેતા` અરવિંદ કેજરીવાલને 90 દિવસની જેલની સજા થઈ છે. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક્સાઇઝ પૉલિસી મામલે સીબીઆઈની કસ્ટડીમાં રહેશે.














