ભારતીય વાયુસેનાની વિવિધ શાખાઓના ફ્લાઇટ કેડેટ્સની પ્રી-કમિશનિંગ પ્રશિક્ષણની સફળતાપૂર્વક પૂર્ણતા નિમિત્તે 15 જૂનના રોજ ઍરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા કમિશન્ડ થયેલા ફ્લાઈંગ ઑફિસરો આજે કમિશન થવા પર તેમની ખુશી વહેંચે છે. તેઓ તેમની તાલીમ દરમિયાન તેમના અનુભવ પણ શેર કરે છે. તેમના માતા-પિતા પણ તેમની ખુશીઓ વહેંચે છે. ફ્લાઈંગ ઑફિસર્સની નવી બેચને આજે એરફોર્સ એકેડમી, ડુંડીગલ, તેલંગાણા ખાતે એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, ચીફ ઑફ ઍર સ્ટાફ દ્વારા કમિશન કરવામાં આવી હતી.














