યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજના અરૈલમાં આવેલા ત્રિવેણી સંકુલમાં કૅબિનેટની બેઠક યોજી હતી
મિનિસ્ટરો નદીમાં એકબીજા પર પાણી ઉડાડતા પણ જોવા મળ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજના અરૈલમાં આવેલા ત્રિવેણી સંકુલમાં કૅબિનેટની બેઠક યોજી હતી અને મીડિયાને કૅબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. ત્યાર બાદ તેમણે કૅબિનેટના સાથી પ્રધાનો સાથે મિની ક્રૂઝમાં બેસીને ત્રિવેણી સંગમ તટે આવીને હસીમજાક અને ખૂબ જ ઉત્સાહિત વાતાવરણમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી
લગાવી હતી. આ મિનિસ્ટરો નદીમાં એકબીજા પર પાણી ઉડાડતા પણ જોવા મળ્યા હતા.

