Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય સેનાની ત્રણેય પાંખની મહિલા ઑફિસરો નીકળી જગતની ઐતિહાસિક સમુદ્ર પ્રદક્ષિણા કરવા

ભારતીય સેનાની ત્રણેય પાંખની મહિલા ઑફિસરો નીકળી જગતની ઐતિહાસિક સમુદ્ર પ્રદક્ષિણા કરવા

Published : 12 September, 2025 12:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત વિશ્વનું પહેલું નૌકા અભિયાન : ૧૦ વીરાંગનાઓ ૯ મહિનામાં ૨૬,૦૦૦ સમુદ્રી માઇલની સફર ખેડશે

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયાથી મહિલા ઑફિસરો દરિયો ખેડવા નીકળી હતી.

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયાથી મહિલા ઑફિસરો દરિયો ખેડવા નીકળી હતી.


ભારતીય સેનાની ત્રણેય પાંખની મહિલા અધિકારીઓએ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ વિશ્વનું સૌથી પહેલું નૌકા અભિયાન છે જે માત્ર મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત છે. ૧૦ મહિલા અધિકારી ૯ મહિનામાં ૨૬,૦૦૦ સમુદ્રી માઇલની સફર ખેડીને ઇતિહાસ રચશે. ગઈ કાલે દેશના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે વર્ચ્યુઅલરૂપે આ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતની નારીશક્તિ, સશસ્ત્ર દળોની એકતા, આત્મનિર્ભર ભારત, સૈન્યની કૂટનીતિ અને વૈશ્વિક વિઝનનું આ જ્વલંત ઉદાહરણ છે. ભારતીય બનાવટના ઇન્ડિયન આર્મી સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી સાથે શરૂ થયેલી આ યાત્રા પૂર્વીય માર્ગ પર ૨૬,૦૦૦ નૉટિકલ માઇલનું અંતર કાપશે. બે વાર વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીની ભૂમધ્ય રેખા પાર કરશે. પૃથ્વી અને સમુદ્રના ત્રણ મુખ્ય ભાગોનાં ચક્કર લગાવશે. દક્ષિણ મહાસાગર અને હિન્દ મહાસાગર જ્યાં મળે છે એ લીઉવિન, ઍટલાન્ટિક અને પૅસિફિક ઓશન જ્યાં મળે છે એ હોર્ન અને ઍટલાન્ટિક અને ઇન્ડિયન ઓશન જ્યાં મળે છે એ ગુડ હોપની સફર કરશે. બધા જ મુખ્ય મહાસાગરો સહિત દક્ષિણ મહાસાગર અને ઍન્ટાર્કટિકામાં આવેલા ૧૦૦૦ કિલોમીટરના ખતરનાક ગણાતા ડ્રેક પૅસેજ જેવાં જળક્ષેત્રોને પાર કરશે. તેઓ ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, કૅનેડા અને સાઉથ આફ્રિકન ઇન્ટરનૅશનલ પોર્ટની મુલાકાત પણ લેશે. અભિયાન દરમ્યાન રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા સાથે મળીને માઇક્રોપ્લાસ્ટિક અને સમુદ્રી જીવન વિશે અધ્યયન કરવામાં આવશે. ૧૦ સભ્યોની ટીમનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર કરશે. ડેપ્યુટી લીડર તરીકે સ્ક્વૉડ્રન લીડર શ્રદ્ધા પી. રાજુ કમાન સંભાળશે.  

ગેટવે આૅફ ઇન્ડિયા પર આ બંદોબસ્ત કેમ છે?




મુંબઈમાં ફરીથી ડરનો માહોલ ઊભો કરવા માટે એક જ અઠવાડિયામાં વધુ એક બૉમ્બવિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. ઇમર્જન્સી હેલ્પલાઇન-નંબર ૧૧૨ પર મુંબઈમાં અરબી સમુદ્રમાં બૉમ્બવિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે એની તકેદારી રાખી છે. ગેટવે ઑફ ઇન્ડિયા અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત આર્મી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે કૉલ કરનારની શોધખોળ શરૂ કરી છે. તસવીર : સૈયદ સમીર અબેદી


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK