આ સંદર્ભમાં સમાજવાદી પાર્ટીના નેતા મધુસૂદન યાદવે એક વિડિયો શૅર કર્યો હતો
લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર પડેલી તિરાડો
આશરે ૪૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર તિરાડો પડી ગઈ છે. ૧૩ જુલાઈએ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરી સાથે આ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પાર્ટીના નેતા મધુસૂદન યાદવે એક વિડિયો શૅર કર્યો હતો અને એમાં દેખાય છે કે એક્સપ્રેસવે પર ઘણી જગ્યાએ તિરાડો પડી છે અને ઘણી જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે માત્ર પહેલા જ વરસાદમાં આ એક્સપ્રેસવે ખરાબ થઈ ગયો છે. તેમણે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
