બૉર્ડર સેરેમની એરિયા એક જ હોવા છતાં ભારત તરફનો ભાગ સ્વચ્છ-સુઘડ, પાકિસ્તાનનો ભાગ પાણીમાં ગરકાવ
અટારી-વાઘા બૉર્ડરનો એક વિડિયો વાઇરલ થયો
ભારે વરસાદ પછી અટારી-વાઘા બૉર્ડરનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો પરથી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈને સામે આવ્યો છે. ભારતના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદને લીધે અત્યારે અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. પાકિસ્તાનમાં પણ વરસાદને લીધે સ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં પાસે-પાસે આવેલા ભારતના અટારી બૉર્ડર વિસ્તાર અને પાકિસ્તાનના વાઘા બૉર્ડર વિસ્તાર વચ્ચે જમીન-આસમાનનો ફરક દેખાતો હતો. આટલા વરસાદ પછી પણ ભારત તરફનો વિસ્તાર સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાઈ રહ્યો હતો, જ્યારે પાકિસ્તાન તરફનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયેલો તથા કાદવકીચડ અને કચરાથી ભરાઈ ગયો હતો. પાકિસ્તાનના રેન્જર્સ અને સૈનિકો ઘૂંટણ સુધીના પાણીમાં ચાલી રહ્યા હતા.


