Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Uttarakhand News: લે! ફક્ત ત્રણ ઇંચ નાના Pizzaએ ₹૧૦,૫૨૦નો ચૂનો લગાડ્યો કંપનીને!

Uttarakhand News: લે! ફક્ત ત્રણ ઇંચ નાના Pizzaએ ₹૧૦,૫૨૦નો ચૂનો લગાડ્યો કંપનીને!

Published : 22 August, 2026 02:21 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Uttarakhand News: એક કસ્ટમરે ૧૦ ઇંચના પિત્ઝાની જાહેરાત જોઈ હતી અને ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે કસ્ટમરને ઘરે પિત્ઝા ડિલિવર્ડ થયો તો તે માત્ર ૭ ઇંચનો જ હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે ત્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી ઍપ્સ દ્વારા અનેકવાર કસ્ટમર્સની છેતરામણી થયાના કિસ્સાઓ આવતા રહે છે. હવે ઉત્તરાખંડમાં એક ઓનલાઈન ફૂડ ડિલિવરી ઍપ દ્વારા કસ્ટમર સાથે ગજબ છેતરપિંડી (Uttarakhand News) થઇ હતી. પણ આ કેસમાં કસ્ટરમરે પણ ઓનલાઈન ફૂડ ડિલિવરી ઍપને બરાબર પાઠ ભણાવ્યો હતો. વાત કંઇક એમ છે કે એક કસ્ટમરે ૧૦ ઇંચના પિત્ઝાની જાહેરાત જોઈ હતી અને ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે કસ્ટમરને ઘરે પિત્ઝા ડિલિવર્ડ થયો તો તે માત્ર ૭ ઇંચનો જ હતો. આ મામલે કસ્ટમરે ગ્રાહક સુરક્ષા કમિશને આ વાતની જાં કરીને કાર્યવાહી કરવાની માગ કરી હતી. અને તેને પરિણામે હવે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને રેસ્ટોરન્ટ બંનેએ ભેગા મળીને કસ્ટમરને ₹૧૦,૫૨૦નું વળતર ચૂકવવાનો વારો આવ્યો છે.

સમજી લો આખો મામલો



આ આખો મામલો સમજીએ તો એક કસ્ટમરે ઓનલાઈન ફૂડ ડિલિવરી ઍપ (Uttarakhand News) પરથી ₹૫૦૫ની કિંમતનો ૧૦ ઇંચનો પિત્ઝા ઓર્ડર કર્યો હતો. પણ, જ્યારે પિત્ઝાની ડિલિવરી મળી ત્યારે કસ્ટમરે બોક્સ ખોલતાં જ પિત્ઝા માત્ર ૭ ઇંચનો જ દેખાયો હતો. ગ્રાહકે તરત જ ઍપના ચેટ સપોર્ટ પર ફરિયાદ નોંધાવીને રિફંડની માંગણી કરી હતી, પરંતુ કંપનીએ પૈસા પાછા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જ્યારે એ દ્વારા પૈસા પાછા ન આપવાની વાત થઇ કે ગુસ્સે ભરાયેલા કસ્ટમરે ત્યાં જ વાતને દબાવી દેવાની જગ્યાએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) અને CPGRAMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં કંપનીને બરાબરનો પાઠ ભણાવવા આ કસ્ટમરે કંપનીને લીગલ નોટિસ પણ મોકલી હતી. પણ કોઈ સોલ્યુશન ન આવતાં અંતે કસ્ટમરે ગ્રાહક મંચમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે આ મામલાની સુનાવણી થઇ ત્યારે ફૂડ ડિલિવરી ઍપ્રે પોતે `થર્ડ પાર્ટી` તરીકે કામગીરી બજાવી હોવાનો દાવો કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આ ફૂડ પેક કે તૈયાર કરવાની તેમની જવાબદારી નથી.


જોકે, ઉત્તરાખંડ ગ્રાહક આયોગ (Uttarakhand News)ના પ્રમુખ ગગનકુમાર ગુપ્તા, સભ્યો ડૉ. અમરેશ રાવત અને રંજના ગોયલની બેન્ચે કંપનીની દલીલ ફગાવી દીધી હતી. અને આ સાથે જ આયોગે કસ્ટમરને ૩ ઇંચ નાનો પિત્ઝા આપવા બદલ અનુચિત વેપાર નીતિ ગણાવીને નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો હતો. પિત્ઝાનો ઓરિજિનલ રેટ રૂપિયા ૫૦૫, ડિલિવરી ચાર્જ રૂપિયા ૧૫ની સાથે સાથે માનસિક અને શારીરિક ત્રાસના વળતર રૂપે રૂપિયા ₹૫,૦૦૦, કોર્ટ/કાનૂની કાર્યવાહીનો ખર્ચ ₹૫,૦૦૦ એમ કુલ મળીને હવે કંપનીએ કસ્ટમરને ₹૧૦,૫૨૦ ચૂકવવાના છે.

 


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 02:21 PM IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK