ઝોમેટોની એક મહિલા યૂઝરે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શૅર કરતાં જણાવ્યું કે તેણે ઇટફિટ દ્વારા એક શુદ્ધ શાકાહારી ફૂડ ઑર્ડર કર્યો હતો પમ તેના ઘરે પાલક પનીરને બદલે ચિકન પાલકની ડિલીવરી થઈ ગઈ.
તસવીર સૌજન્ય ટ્વિટર (એક્સ)
ઝોમેટોની એક મહિલા યૂઝરે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શૅર કરતાં જણાવ્યું કે તેણે ઇટફિટ દ્વારા એક શુદ્ધ શાકાહારી ફૂડ ઑર્ડર કર્યો હતો પમ તેના ઘરે પાલક પનીરને બદલે ચિકન પાલકની ડિલીવરી થઈ ગઈ. તેણે ઘટનાની માહિતી આપતી પોસ્ટ સાથે ઝોમેટોના સીઇઓ દીપિંદર ગોયલ તેમજ અન્ય હિતધારકોને પણ ટૅગ કર્યા છે.
ફૂડ ડિલીવરી પ્લેટફૉર્મ પર એક યૂઝરે શાકાહારી ફૂડ ઑર્ડર કર્યું હતું પણ તેના ઘરે પહોંચ્યું ચિકન પાલક. તેણે સોશિયલ મીડિયા પર આની ફરિયાદ કરતી એક પોસ્ટ શૅર કરી. ઝોમેટોની એક મહિલા યૂઝરે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શૅર કરતાં જણાવ્યું કે તેણે ઇટફિટ પરથી પ્યોર વેજ ફૂડ ઑર્ડર કર્યું બતું ણ તેના ઘરે ચિકન પાલકની ડિલીવરી કરવામાં આવી. તેણે આ ઘટનાની માહિતી આપતી પોસ્ટની સાથે ઝોમેટોના સીઈઓ દીપિંદર ગોયલ તેમજ અન્ય લોકોને પણ ટૅગ કર્યા છે.
ADVERTISEMENT
Have ordered the Palak Paneer soya matar and millet Pulao thru Zomato from Eatfit. Instead of Palak Paneer they have served chicken Palak. Delivering Chicken in Saawan is not acceptable when I have selected only vegetarian food.@zomato @zomatocare @deepigoyal @the_eatfit pic.twitter.com/pv46hoOXjT
— himanshi (@himisingh01) July 28, 2024
ઝોમેટો ગ્રાહક હિમાંશીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, "સાવન મહિનામાં ચિકન ડિલિવરી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે." જે બાદ હિમાંશીએ તેના ઓર્ડરની માહિતી પણ શેર કરી હતી. તેણે કહ્યું, "ઝોમેટો પર ઈટફિટમાંથી પાલક પનીર, સોયા વટાણા અને બાજરીના પુલાવનો ઓર્ડર આપ્યો. પાલક પનીરને બદલે ચિકન પાલકની ડિલિવરી Zomato દ્વારા કરવામાં આવી. સાવન મહિનામાં ચિકનની ડિલિવરી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે કારણ કે મેં માત્ર "શાકાહારી ખોરાકનો ઓર્ડર આપ્યો હતો. "
લોકોએ રવિવારે મોડી રાત્રે શેર કરેલી આ સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને આ ભૂલ માટે Zomatoની નિંદા કરી. સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થયા પછી, Zomato અને EatFresh એ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને માફી માંગી. ઈટ ફ્રેશને અસુવિધા માટે માફી માંગી અને ઓર્ડરની માહિતી શેર કરવા જણાવ્યું અને ખાતરી આપી કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.
Zomatoએ તેના પ્રતિભાવમાં કહ્યું, "અમે સમજીએ છીએ કે આ ભૂલ તમારા માટે કેટલી નિરાશાજનક રહી હશે. અમે આહારની પસંદગીઓને ગંભીરતાથી લઈએ છીએ અને ક્યારેય અનાદર કરવાનો ઈરાદો નથી. કૃપા કરીને અમને આ બાબતની તપાસ કરવા માટે થોડો સમય આપો, અમે જલ્દીથી તમારો સંપર્ક કરીશું." નવા અપડેટ્સ સાથે શક્ય છે."
We make amends for this mix-up and understand how distressing it must`ve been for you. We take your dietary preferences very seriously and would never intend to disrespect them. Please allow us some time to get this checked, we`ll get back to you with an update at the earliest.
— Zomato Care (@zomatocare) July 28, 2024
નોંધનીય છે કે, આ પહેલા હાવડાથી રાંચી જતી વંદે ભારત ટ્રેનનો એક વીડિયો (Vande Bharat Viral Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વંદે ભારત ટ્રેનના એક કોચમાં વેઈટરે ભૂલથી એક વૃદ્ધ મુસાફરને નોનવેજ ફૂડ પીરસ્યું હતું. જ્યારે આ વાતની મુસાફરને જાણ થઈ તો તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને તેણે ટ્રેનમાં વેઈટરને બે વાર થપ્પડ મારી દીધી. આ પછી કોચમાં હાજર પેસેન્જરો વેઈટર માટે ઉભા થઈ ગયા અને વૃદ્ધાને તેમણે કરેલા વર્તન માટે માફી માંગવા માટે કહેવા લાગ્યા. આ અંગે મામલો ગરમતા ત્રણમાં રહેલા બીજા એક યાત્રીએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કૅમેરામાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો અને હવે આ વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

