એક રિપોર્ટ મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઑનલાઇન ડિલિવરીને કારણે ૨૦-૩૦ ટકા આલ્કોહોલના વેચાણમાં વધારો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઝોમાટો, સ્વિગી, બિગબાસ્કેટ અને બ્લિન્કિટ હવે બહુ જલદી આલ્કોહોલની હોમ ડિલિવરી કરી શકે છે. ન્યુ દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબ, તામિલનાડુ, ગોવા અને કેરલા દ્વારા આ માટે પાઇલટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા આ વિશે ફાયદા અને નુકસાન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જ આલ્કોહોલની હોમ ડિલિવરી થાય છે. મહિલાઓ અને સિનિયર સિટિઝન માટે વાઇન-શૉપ પરથી આલ્કોહોલ ખરીદવાનો અનુભવ ઘણી વાર ખરાબ રહે છે એથી સરકાર દ્વારા હોમ ડિલિવરીના વિષય પર ચર્ચા કરવામાં આવી રહી છે. કોવિડના સમય દરમ્યાન મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને આસામમાં ટેમ્પરરી આલ્કોહોલની ડિલિવરી માટે પરવાનગી આપવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઑનલાઇન ડિલિવરીને કારણે ૨૦-૩૦ ટકા આલ્કોહોલના વેચાણમાં વધારો થયો હતો.

