એક દિવસના વપરાશનો અમેરિકાનો પહેલાં રેકૉર્ડ ૭૬ બિલ્યન સેકન્ડનો હતો જે હવે ૯૪ બિલ્યન થયો છે.
લાઇફમસાલા
ઇલૉન મસ્ક
ઇલૉન મસ્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા ઍક્સનો ઉપયોગ સૌથી વધુ સોમવારે થયો છે. આ પ્લૅટફૉર્મનો અત્યાર સુધીનો આ સૌથી વધુ ઉપયોગ છે. અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા ઍક્સનાે માર્ચના ડેટા મુજબ રોજ ૨૫૦ મિલ્યન લોકો અંદાજે ૩૦ મિનિટ આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. જોકે એના કરતાં વધુ ઉપયોગ સોમવારે થયો હતો. આ વિશે ઇલૉન મસ્કે ટ્વીટ કર્યું કે ‘ઍક્સનો વપરાશનો રેકૉર્ડ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. સોમવારે દુનિયાભરના લોકોએ ટોટલ ૪૧૭ બિલ્યન સેકન્ડનો ઉપયોગ કર્યો હતો. એક દિવસના વપરાશનો અમેરિકાનો પહેલાં રેકૉર્ડ ૭૬ બિલ્યન સેકન્ડનો હતો જે હવે ૯૪ બિલ્યન થયો છે.’