મટન કાપવા માટે વપરાયેલી છરી મોહમ્મદની બાજુમાં પડી હતી, એમ મહિલાએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદે તેનું ગળું કાપી નાખ્યું હતું અને થોડા કલાકો પછી હૉસ્પિટલમાં વધુ પડતા લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
ગઈ કાલે દુનિયાભરમાં અને ભારતમાં મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એક ચોંકાવનારી ઘટનામાં, ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી સામે આવી છે. આ જિલ્લાથી લગભગ 325 કિલોમીટર દૂર એક ગામમાં ઈદ-ઉલ-અધાના અવસરે જાનવરની બલી આપવાને બદલે એક વ્યક્તિએ કથિત રીતે પોતાનું જ બલિદાન આપ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈશ મોહમ્મદ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ શનિવારે સવારે જિલ્લાના ઉધોપુર ગામમાં ઈદની `નમાઝ` અદા કર્યા પછી પોતાનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેને ગોરખપુરની મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. 60 વર્ષીય મોહમ્મદે ગળું કાપતા પહેલા એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે લોકો બકરીઓનું તેમના બાળકોની જેમ ધ્યાન રાખે છે અને પછી તેમની બલિદાન આપે છે. ``બકરા પણ જીવંત પ્રાણી છે,`` તેણે પત્રમાં લખ્યું.
ADVERTISEMENT
``હું સર્વશક્તિમાન અલ્લાહના નામે મારી કુરબાની આપવા જઈ રહ્યો છું. કોઈએ મને માર્યો નથી. મારા મૃત્યુથી ગભરાશો નહીં,`` તેણે પત્રમાં આગળ લખ્યું. મોહમ્મદની પત્ની હઝરા ખાતૂને જણાવ્યું હતું કે મોહમ્મદ એક શ્રદ્ધાળુ મુસ્લિમ હતો અને વારંવાર આંબેડકર નગર જિલ્લાના કિચૌચા શરીફ ખાતે સુલતાન સૈયદ મકદૂમ અશરફ શાહની મઝાર પર જતો હતો. ``તે ઈદના તહેવારના એક દિવસ પહેલા શુક્રવારે ત્યાંથી પાછા ફર્યા હતા,`` તેમણે કહ્યું. મહિલાએ કહ્યું કે તેના પતિ શનિવારે સવારે નમાઝ અદા કરવા માટે નજીકની મસ્જિદમાં ગયા હતા.
ખાતૂને કહ્યું કે તેણે થોડા સમય પછી તેના પતિના રડવાનો અવાજ સાંભળ્યો. ``જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મેં તેમને ઝૂંપડીમાં લોહીથી લથપથ પડેલા જોયા,`` તેણે કહ્યું. મટન કાપવા માટે વપરાયેલી છરી મોહમ્મદની બાજુમાં પડી હતી, એમ મહિલાએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદે તેનું ગળું કાપી નાખ્યું હતું અને થોડા કલાકો પછી હૉસ્પિટલમાં વધુ પડતા લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ તરફથી આ કેસમાં અંધશ્રદ્ધાનું કોઈ કારણ છે કે નથી, તેની પણ તપાસ કરી રહી છે. આ સાથે શું તેને પોતાની બલી ચડાવવા માટે પ્રેરિત કર્યો છે, તેને લઈને પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આ સાથે તે જે મઝાર પર જતો હતો તે સ્થળે જઈને પણ પોલીસ લોકોથી પૂછપરછ કરશે અને આ સાથે તેના મિત્રો અને પાડોશી મિત્રોથી પણ પૂછપરછ કરશે.

