મોટી વહુ સહિત ત્રણ જણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ઘટનાનો શૉકિંગ વિડિયો આવ્યો છે જેમાં બે વહુઓ તેની સાસુને મારી રહી છે અને એટલી હદે તેને મારવામાં આવે છે કે સાસુ દમ તોડી દે છે. પોલીસે આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરી છે. વાઇરલ થયેલા વિડિયોમાં જે દૃશ્ય જોવા મળે છે એમાં શૉકિંગ બાબત એ છે કે પંચાવન વર્ષની મુન્નીદેવી નામની આ મહિલાને તેની બે વહુઓ જમીન પર ઘસડી રહી છે, માથામાં લાકડી ફટકારી રહી છે અને એમ છતાં તેના બેઉ દીકરા જનેતાને બચાવવા ગયા નહીં પણ વહુઓને તેના પ્રતિ ઉશ્કેરી રહ્યા છે. વહુઓએ માથામાં પથ્થર પણ માર્યા હતા. આ ઘટનામાં નાની વહુનાં પિયરિયાંએ પણ ભાગ લીધો હતો. આ ઘટનાની ગામલોકોને જાણ થતાં મુન્નીદેવીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ઉપચાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આવી રીતે ગામની મહિલાને મારનારી વહુઓ સામે ગામલોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બે વહુઓ, મોટા દીકરા, નાની વહુના પપ્પા અને બે ભાઈઓ સામે ગુનો નોંધ્યો હતો. મોટી વહુ સહિત ત્રણ જણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.