દૂધ ઉકાળતી વખતે બૉઇલરમાં થયેલા બ્લાસ્ટે સરજ્યો હાહાકાર
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં દૂધ ઉકાળતી વખતે બૉઇલરમાં થયેલા બ્લાસ્ટમાં એક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને દૂર ઊભી રહેલી બીજી એક મહિલાનું માથું ફાટી ગયું હતું. આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો.
આ દુર્ઘટના ખુટહન પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવતા ડિહિયા ગામમાં બની હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પહોંચે એ પહેલાં ગામલોકોએ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. પોલીસે મહિલાઓના મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે.
ADVERTISEMENT
આ ગામમાં રહેતા રાજેન્દ્ર બિંદની મીઠાઈની દુકાન છે. તેણે દૂધ ઉકાળવા માટે ઘરમાં નાનકડું બૉઇલર લગાવ્યું હતું. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે બૉઇલરમાં દૂધ ઊકળી રહ્યું હતું ત્યારે એમાં ધડાકો થયો હતો. બૉઇલરના ઊડેલા ઢાંકણાથી તેની પત્ની મનીતા બિંદનું માથું ધડથી અલગ થયું હતું, જ્યારે દૂર બેસેલી સીતાદેવીનું માથું ફાટી ગયું હતું.