દિલ્હીમાં આવતી વખતે એક્સપ્રેસવે પરથી નીચે ઊતરતી વખતે ટ્રાફિક જૅમ થવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પાસે મન્ડોલાના લોની પાસે નડતરરૂપ બનેલું સારાવાહ પરિવારનું ૧૦૦૦ સ્ક્વેઅર મીટરનું ઘર અને એલિવેટેડ વાઇલ્ડલાઇફ કૉરિડોર પર દૂરબીનથી નિરીક્ષણ કરતા નરેન્દ્ર મોદી.
રાજધાની દિલ્હીથી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન વચ્ચે બાંધવામાં આવેલો ૨૧૦ કિલોમીટર લાંબો દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે શરૂ થયો છે, પણ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના આ એક્સપ્રેસવેમાં એક ઘર નડી ગયું છે અને એને કારણે દિલ્હી તરફ આવતી વખતે એક્ઝિટ-રૅમ્પ સાંકડો થયો છે. આના કારણે દિલ્હીમાં આવતી વખતે એક્સપ્રેસવે પરથી નીચે ઊતરતી વખતે ટ્રાફિક જૅમ થવાની ધારણા છે.
એક્સપ્રેસવેમાં વચ્ચે આવતું બે માળનું ૧૦૦૦ ચોરસ મીટરનું આ ઘર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પાસે મન્ડોલાના લોનીમાં આવેલું છે અને એ સારાવાહ પરિવારનું છે. આ પરિવાર છેલ્લાં ૨૮ વર્ષથી વળતર માટે કાનૂની લડાઈ લડી રહ્યો છે અને તેમને ૧૯૯૮ને બદલે હાલના માર્કેટરેટ પ્રમાણે વળતર જોઈએ છે. એક્સપ્રેસવેના એક્ઝિટ-રૅમ્પ માટે ૧૬૦૦ ચોરસ મીટરની જગ્યા જોઈએ છે. ૬૦૦ ચોરસ મીટર નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) પાસે છે અને ૧૦૦૦ ચોરસ મીટરની જગ્યામાં આ બે માળનું સ્વાભિમાન ઘર છે.
