ભાજપે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનને મસાજ આપનારો સગીરાના દુષ્કર્મનો આરોપી છે.

દિલ્હીની તિહાર જેલમાં મસાજ કરાવતા ‘આપ’ના પ્રધાન સત્યેન્દર જૈન
મની લોન્ડરિંગ મામલે તિહાલ જેલમાં બંધ દિલ્હીના કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન(Satyendar Jain)ના મસાજના મામલમાં નવો ખુલાસો થયો છે. ભાજપે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનને મસાજ આપનારો સગીરાના દુષ્કર્મનો આરોપી છે.
તિહાર જેલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રિંકુ એ કેદી છે જે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ કરતો હતો. તે બળાત્કારના કેસમાં આરોપી છે, જેની પર POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપ છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી.
તે જ સમયે બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યું કે સત્યેન્દ્ર જૈનને મસાજ અને ચંપી આપનાર વ્યક્તિ ખરેખર બળાત્કારી છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નહીં પણ રેપિસ્ટ હતો. તમે તેનો બચાવ કર્યો છે. તેઓએ તિહારને સાચા અર્થમાં થાઈલેન્ડમાં ફેરવી દીધું છે. સત્યેન્દ્ર જૈનને હવે હટાવો અને ભ્રષ્ટાચારની દવાનો બચાવ કરવાનું બંધ કરો.
તે જ સમયે, કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ મામલે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે. અલકા લાંબાએ કહ્યું કે ડૂબી મરો કેજરીવાલ, તમે છોકરીઓના બળાત્કારીઓને તમારા જેલમાં બંધ નેતાઓને મસાજ કરાવશો, પછી તમે બેશરમપણે તેમના બચાવમાં આવશો.
તો બીજી તરફ જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની એક કોર્ટમાં અરજી દાખલ કરીને તિહાર સત્તાવાળાઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ખાદ્યપદાર્થો પૂરા પાડવાના નિર્દેશની માંગ કરી છે. તેમણે અરજીમાં લખ્યું છે કે જેલમાં જૈન ધર્મ અનુસાર ખોરાક મળતો નથી. 5 મહિનામાં 28 કિલો વજન ઘટી ગયું છે. 5 મહિનાથી અન્નનો દાણો પણ નથી ખાધો. હું મંદિરના દર્શન કર્યા વિના અન્ન ગ્રહણ નથી કરતો તેવું પણ તેમણે અરજીમાં લખ્યું છે.
આ પણ વાંચો:સ્પા મસાજ કે ટ્રીટમેન્ટ
નોંધનીય છે કે શનિવારે તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનની બેરેકના CCTV ફૂટેજ વાયરલ થયા હતા. વાયરલ ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન પોતાના સેલની અંદર મસાજ કરતા જોવા મળ્યા હતા.જેલ સેલમાં એક અજાણ્યો વ્યક્તિ મંત્રી સત્યેન્દ્ર જૈનના પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળ્યો હતો. ઈડીએ આ અંગે કોર્ટમાં સમગ્ર મામલાની ફરિયાદ કરી છે અને જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે.
સત્યેન્દ્ર જૈન તિહારની સાત નંબરની જેલમાં બંધ છે. સત્યેન્દ્ર જૈનને સુવિધાઓ આપવા બદલ જેલ અધિક્ષક સહિત ચાર જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 35 થી વધુ જેલ અધિકારીઓ અને કર્મચારીઓની જેલ બદલવામાં આવી હતી.