હડકવાના વધતા કેસ અને બાળકો પર તોળાતા જોખમને ધ્યાનમાં રાખીને સામે ચાલીને આ મામલે નોંધ લીધી
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરા કરડવાની વધતી ઘટનાઓ અને હડકવાના ભય પર ચિંતા વ્યક્ત કરી છે. એક અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે આ મામલે સામે ચાલીને નોંધ લીધી હતી. જસ્ટિસ જે. પારડીવાલાએ ચિંતાજનક ગણાવેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે કૂતરા કરડવાના સેંકડો બનાવો નોંધાઈ રહ્યા છે, જેના કારણે હડકવાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિની સૌથી વધુ અસર નાનાં બાળકો અને વૃદ્ધો પર થઈ રહી છે, જેઓ હડકવાથી મરી રહ્યાં છે. જસ્ટિસ પારડીવાલાએ આ મૃત્યુને ડરામણાં અને ચિંતાજનક ગણાવ્યાં છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીને સમગ્ર મામલાને સુઓ મોટો અરજી તરીકે નોંધવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત સંબંધિત આદેશ અને અહેવાલ ભારતના ચીફ જસ્ટિસ (CJI) સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


