Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન છે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી

શાહરુખ ખાન છે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી

Published : 06 August, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ માટેની લેટેસ્ટ યાદીમાં વિરાટ કોહલીને ત્રીજા નંબરે ધકેલીને લીધું તેનું સ્થાન, રણવીર સિંહ બીજા નંબરે

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાન લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે ભારતનો સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બન્યો છે. શાહરુખે બે સ્થાન ઉપર આવીને ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, જેણે ૨૦૨૪માં આ સ્થાન મેળવ્યું હતું. રણવીર સિંહબીજા ક્રમે (1૧૫૫૦ કરોડ રૂપિયા), વિરાટ કોહલી ત્રીજા ક્રમે (૧૫૦૦ કરોડ રૂપિયા) અને ક્રિકેટર સચિન તેન્ડુલકર ચોથા ક્રમે (૧૨૦૦ કરોડ રૂપિયા) છે.
બે બ્લૉકબસ્ટર ફિલ્મો અને વધતા જતા એન્ડ્રૉર્સમેન્ટ  ર્સમેન્ટ પોર્ટફોલિયોના કારણે શાહરુખ ખાને સૌથી બ્રૅન્ડ-વર્લ્ડમાં કિંગ-સાઇઝ પુનરાગમન કર્યું છે. આ સુપરસ્ટારનો એન્ડૉર્સમેન્ટ પોર્ટફોલિયો ૨૦૨૫માં ૩૬ બ્રૅન્ડ્સ સુધી વિસ્તર્યો હતો, તે પ્રતિ ડીલ લગભગ ૧૦ કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. આના કારણે તેણે વિરાટ કોહલી અને રણવીર સિંહને પાછળ છોડી દીધા હતા.
અમેરિકન મલ્ટિનૅશનલ ફાઇનૅન્શ્યલ ઍન્ડ રિસ્ક ઍડ્વાઇઝરી ફર્મ ક્રોલ દ્વારા જાહેર કરવામાં આવેલા  સેલિબ્રિટી બ્રૅન્ડ વૅલ્યુએશન 2025ના અહેવાલ મુજબ શાહરુખ ખાનની બ્રૉન્ડ વૅલ્યુ 177.9 મિલ્યન ડૉલર હતી, જે તેને રણવીર સિંહ (162.9 મિલ્યન ડૉલર) અને વિરાટ કોહલી (158.4 મિલ્યન ડૉલર)થી આગળ રાખે છે.
શાહરુખ ખાનના આવા પુનરાગમનનનું શ્રેય ૨૦૨૩માં આવેલી તેની બે સફળ ફિલ્મો ‘પઠાન’ અને ‘જવાન’ને આપી શકાય છે. બન્ને ફિલ્મોએ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની બૉક્સ-ઓફિસ કમાણી કરી હતી. 
શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં તે ત્રણ વર્ષ પછી મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યો છે. ૨૦૨૩માં તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં  ‘પઠાન’ અને ‘જવાન’ સાથે ‘ડંકી’નો સમાવેશ થતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK