ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “રુદ્રપ્રયાગ (Rudraprayag Accident) જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા
તસવીર: પીટીઆઈ
રુદ્રપ્રયાગ (Rudraprayag Accident)માં બદ્રીનાથ હાઈવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો અને એક ટેમ્પો ટ્રાવેલર નદીમાં પડી ગયો હતો. ટ્રાવેલરમાં લગભગ 23 મુસાફરો હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ લઈ ગઈ છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે.



