ફ્રી લિમિટ પછી ૨૩ રૂપિયા ચૂકવવા પડશે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) દ્વારા બૅન્કોના ઑટોમેટિક ટેલર મશીન (ATM)માંથી રૂપિયા કઢાવવા માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે આજથી અમલમાં આવી ગયા છે. ફ્રી લિમિટથી વધુ વખત ATMમાંથી રૂપિયા કઢાવશો તો એના માટે ચાર્જ ચૂકવવો પડશે.
નવા નિયમ મુજબ મહાનગરોમાં તમારું બૅન્કનું અકાઉન્ટ હોય એ બૅન્કના ATMમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝૅક્શન કરી શકાશે, જ્યારે બીજી બૅન્કના ATMમાં ત્રણ ટ્રાન્ઝૅક્શન ફ્રી રહેશે. ફ્રી ટ્રાન્ઝૅક્શનની લિમિટ બાદ દરેક ટ્રાન્ઝૅક્શન માટે ૨૩ રૂપિયા ચાર્જ આપવો પડશે. નાનાં શહેરોમાં અન્ય બૅન્કોના ATMમાં પાંચ ટ્રાન્ઝૅક્શન ફ્રી રહેશે.

