RBIએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે માઇનર્સ કોઈ પણ ઉંમરે તેમના નૅચરલ કે કાનૂની ગાર્ડિયન્સ દ્વારા બૅન્કમાં ખાતાં ખોલી એને ઑપરેટ કરી શકે છે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સોમવારે બૅન્કોને ૧૦ વર્ષ કે એથી વધારે ઉંમરનાં બાળકોને સ્વતંત્ર રીતે સેવિંગ્સ બૅન્ક ખાતાં કે ટર્મ ડિપોઝિટ ખાતાં ખોલવા અને ઑપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિયમ તમામ કમર્શિયલ અને સહકારી બૅન્કો, અર્બન કો-ઑપરેટિવ બૅન્કો, સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્કોમાં લાગુ થશે. RBIએ વર્ષો પહેલાં જારી કરેલી જૂની ગાઇડલાઇન્સને રિવ્યુ કરીને આ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી હતી.
RBIએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે માઇનર્સ કોઈ પણ ઉંમરે તેમના નૅચરલ કે કાનૂની ગાર્ડિયન્સ દ્વારા બૅન્કમાં ખાતાં ખોલી એને ઑપરેટ કરી શકે છે. જોકે ૧૦ વર્ષ કે એથી વધારે ઉંમરનાં બાળકો સ્વતંત્ર રીતે સેવિંગ્સ કે ટર્મ ડિપોઝિટ ખાતાં ખોલી અને ઑપરેટ કરી શકશે.
ADVERTISEMENT
જોકે આવાં ખાતાંમાં કેટલા રૂપિયા રાખવા અને એને માટે કેવા નિયમો હોવા જોઈએ એ બૅન્કો તેમની રિસ્ક મૅનેજમેન્ટ પૉલિસીના આધારે ઘડી શકશે. આ નિયમોની જાણકારી યુવા ખાતાધારકને આપવાની રહેશે.


