Ranya Rao arrested for Gold Smuggling: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સોનાની દાણચોરી કરતી એક મોટી ગેન્ગનો ભાંડફોડ કર્યો છે. નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આ મામલે ૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ૧૪.૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું.
રાન્યા રાવ (તસવીર: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- કાર્યવાહીમાં ૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ૧૪.૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું
- આરોપી મહિલા બીજું કોઈ નહીં પણ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ છે.
- રાન્યા રાવ કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ `માનિક્ય` (2014) માં કામ કર્યું છે.
ઍરપોર્ટ પર સોના, ડ્રગ્સ અને હીરા સહિત અનેક મોંઘી વસ્તુઓની દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, અને આ લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે. જોકે હાલમાં દાણચોરીનો એવો કિસ્સો સામે છે, જેમાં એક સેલિબ્રિટી સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તેના સાવકા પિતા વરિષ્ઠ આઇપીએસ ઑફિસર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સોનાની દાણચોરી કરતી એક મોટી ગેન્ગનો ભાંડફોડ કર્યો છે. નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આ મામલે ૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ૧૪.૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. બૅંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ડીઆરઆઈ અધિકારીઓએ એક મહિલા મુસાફરને અટકાવીને તેની પાસેથી ૧૨.૫૬ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું.
ADVERTISEMENT
આ ૩૩ વર્ષની ભારતીય મહિલા મુસાફર ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ એમીરેટ્સની ફ્લાઇટ દ્વારા દુબઈથી બૅંગલુરુ પહોંચી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે ચતુરાઈથી પોતાના શરીર પર ૧૪.૨ કિલો વજનનું સોનું છુપાવ્યું હતું. આ મહિલા બીજું કોઈ નહીં પણ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ હતી. એક નિવેદનમાં જણાવાયું છે કે કસ્ટમ્સ ઍક્ટ, ૧૯૬૨ની જોગવાઈઓ હેઠળ ૧૨.૫૬ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી પછી અધિકારીઓએ બૅંગલુરુમાં મહિલાના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી અને 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની ભારતીય ચલણ જપ્ત કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલા મુસાફરની કસ્ટમ્સ ઍક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
રાન્યા રાવ કોણ છે?
રાન્યા રાવ કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ `માનિક્ય` (2014) માં તેની ભૂમિકા માટે જાણીતી છે. આ સાથે તેણે ઘણી અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ જોવા મળી છે. રાન્યા રાવ એ IPS અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી પણ છે, જે હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કાર્યરત છે. ડીઆરઆઈએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને અભિનેત્રી દુબઈથી એમીરેટ્સની ફ્લાઇટમાં આવી ત્યારે એરપોર્ટ પર તેની ધરપકડ કરી.
સોમવારે રાત્રે ધરપકડ બાદ રાવને આર્થિક ગુના અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય અભિનેત્રી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી તેના પર દેખરેખ રાખવામાં આવી હતી. અધિકારીઓને જાણવા મળ્યું કે તે 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા ઉભી થઈ હતી. જ્યારે તે ભારત પાછી ફરી, ત્યારે એક ઑપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી.

