તીર્થયાત્રીઓની સુવિધા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે
વૈષ્ણોદેવી
વૈષ્ણોદેવીધામ જનારા સિનિયર સિટિઝનો અને દિવ્યાંગ ભાવિકો માટે હવે હેલિકૉપ્ટર-બુકિંગમાં સમર્પિત ક્વોટાની જાહેરાત કરવામાં આવી છે જે ગઈ કાલથી લાગુ કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ (SMVDSB)ના મુખ્ય કાર્યકારી અધિકારી અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે તીર્થયાત્રીઓની સુવિધા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન ફોરમ તરફથી આ ક્વોટાની માગણી કરવામાં આવી હતી અને હવે બુકિંગની સત્તાવાર સાઇટ પર આ ક્વોટા ઉપલબ્ધ થયો છે. બૅટરી કાર-બુકિંગ માટે પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય કટરા રેલવે-સ્ટેશન પર નિઃશુલ્ક ચાય લંગર સેવા શરૂ કરવામાં આવી છે. અર્ધ કુંવારી અને ભૈંરોઘાટીમાં ચાલી રહેલા નિઃશુલ્ક લંગરના મેનુમાં કઢી અને ચાવલને સામેલ કરવામાં આવ્યાં છે.

