ભારતે ફરી એકવાર મોટી રાજદ્વારી જીત હાંસલ કરી છે. કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકારે તમામ આઠ ભારતીયોની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે.
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ
Qatar frees 8 Indian Navy veterans: આઠેય પૂર્વ નૌસેનિકો દોહા સ્થિત અલ દાહરા ગ્લોબલ ટેક્નોલૉજિઝમાં કામ કરતા હતા. તેમની ઑગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આરોપો ક્યારેય જાહેર કરવામાં આવ્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે તમામ પર સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ હતો.