Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૭૭ની હાર બાદ સંજય ગાંધીને ચોર કહેનાર ક્લાસમેટને પ્રિયંકા ગાંધીએ તમાચો માર્યો હતો

૧૯૭૭ની હાર બાદ સંજય ગાંધીને ચોર કહેનાર ક્લાસમેટને પ્રિયંકા ગાંધીએ તમાચો માર્યો હતો

Published : 25 November, 2026 12:36 PM | Modified : 25 November, 2026 12:49 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ યાદ કર્યું કે કટોકટી બાદ દાદી ચૂંટણી હાર્યાં ત્યારે પરિવાર બીજા ઘરમાં રહેવા ગયો હતો અને વાતાવરણમાં ભારે તનાવ હતો.

સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક વિશે મમ્મી સાથે ચર્ચા કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી

સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક વિશે મમ્મી સાથે ચર્ચા કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી


૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હાર બાદ સ્કૂલમાં એક સહપાઠીએ કાકા સંજય ગાંધીને ‘ચોર’ કહેતાં પોતે તેને તમાચો મારી દીધો હોવાનો કિસ્સો પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાગોળ્યો હતો. મંગળવારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચૅનલ પર શૅર કરાયેલા ૨૩ મિનિટના વિડિયોમાં સોનિયા ગાંધીનાં સંસ્મરણો ‘બિલૉન્ગિંગ’ વિશેની વાતચીત દરમિયાન તેમણે આ ખુલાસો કર્યો હતો.

પ્રિયંકાએ યાદ કર્યું કે કટોકટી બાદ દાદી ચૂંટણી હાર્યાં ત્યારે પરિવાર બીજા ઘરમાં રહેવા ગયો હતો અને વાતાવરણમાં ભારે તનાવ હતો. એ સમયે સ્કૂલમાં એક નાના છોકરાએ આવીને કહ્યું કે ‘તેરા ચાચા જેલ મેં હૈ, ચોર હૈ તેરા ચાચા.’ આ સાંભળીને પ્રિયંકાએ તેને તમાચો મારી દીધો હતો, જેનાથી તે રડવા લાગ્યો અને ટીચરે પ્રિયંકાને ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કટોકટી બાદ સત્તાના દુરુપયોગ અને ૧૯૭૫માં ગુડગાંવની મારુતિ ફૅક્ટરીમાં ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મની પ્રિન્ટ સળગાવવાના કેસમાં સંજય ગાંધી જેલમાં ગયા હતા. ૧૯૭૮માં સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતાં તેઓ ફરી જેલમાં ગયા હતા અને ફેબ્રુઆરી ૧૯૭૯માં તેમને બે વર્ષની સજા થઈ હતી, જે પાછળથી અપીલ પેન્ડિંગ રહેતાં મોકૂફ રખાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 12:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK