Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલથી પાછા ફર્યા બાદ વડા પ્રધાનનો આજે રાજસ્થાન-ગુજરાતનો પ્રવાસ

ઇઝરાયલથી પાછા ફર્યા બાદ વડા પ્રધાનનો આજે રાજસ્થાન-ગુજરાતનો પ્રવાસ

Published : 28 February, 2026 09:47 AM | Modified : 28 February, 2026 09:48 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે સાણંદમાં ૨૨,૫૧૬ કરોડ રૂપિયાના દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ઍસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ઇઝરાયલની મુલાકાત લઈને આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં ૧૬,૬૮૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ગુજરાતમાં અમદાવાદ નજીક સાણંદમાં અમેરિકન ચિપમેકર માઇક્રોન ટેક્નૉલૉજીના સેમિકન્ડક્ટર ઍસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જે ભારતને ટેક્નૉલૉજીની રીતે આત્મનિર્ભર બનાવશે. ૨૨,૫૧૬ કરોડ રૂપિયાના રોકાણ સાથે આ અત્યાધુનિક પ્લાન્ટમાં ATMP (ઍસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પૅકેજિંગ) સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.

સાણંદ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મોટું પગલું છે અને એને આ સ્કેલની દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ફૅબ્રિકેશન-લિન્ક્ડ સુવિધા તરીકે વર્ણવવામાં આવી રહી છે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આ પ્રોજેક્ટમાં ૨૨,૫૧૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગુજરાત સરકારે જૂન ૨૦૨૩માં સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઍસેમ્બલી અને ટેસ્ટિંગ યુનિટની સ્થાપના માટે માઇક્રોન સાથે સમજૂતીકરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.



હાલમાં પ્લાન્ટ લગભગ ૨૦૦૦ લોકો રોજગારી આપે છે. સુવિધા સંપૂર્ણપણે કાર્યરત થયા પછી આ સંખ્યા બમણાથી વધારે થવાની ધારણા છે.  આશરે ૫૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે. આ પ્લાન્ટમાં દિવ્યાંગ નાગરિકો ઑપરેટર અને ટેક્નિશિયન તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રોજેક્ટ લગભગ ૧૫,૦૦૦ પરોક્ષ નોકરીઓનું પણ સર્જન કરશે.


સાણંદ સુવિધા સૉલિડ સ્ટેટ ડ્રાઇવ્સ (SSD) તેમ જ RAM-પ્રકારનાં DRAM (ડાયનૅમિક રૅન્ડમ ઍક્સેસ મેમરી) અને NAND ઉત્પાદનોનું ઉત્પાદન કરશે જેનો વ્યાપકપણે કમ્પ્યુટિંગ, સ્માર્ટફોન, સર્વર્સ, ડેટા સેન્ટર્સ અને પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં ઉપયોગ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 09:48 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK