Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક બૅનરજીના ઘરે રાત્રે બે વાગ્યે પહોંચી પોલીસ, લૉક તોડીને પ્રવેશી અંદર

અભિષેક બૅનરજીના ઘરે રાત્રે બે વાગ્યે પહોંચી પોલીસ, લૉક તોડીને પ્રવેશી અંદર

Published : 14 June, 2026 09:28 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાકીય ફ્રૉડ કેસમાં અભિષેકના PA સુમિત રૉયને પકડવા આવી હતી પોલીસ, જોકે સર્ચ-ઑપરેશનમા એને કંઈ ન મળ્યું

ગઈ કાલે રાત્રે બે વાગ્યે અભિષેક બૅનરજીના ઘરે પહોંચેલી પોલીસ અને સર્ચ-ઑપરેશન પછી મીડિયા સાથે વાત કરતો અભિષેક.

ગઈ કાલે રાત્રે બે વાગ્યે અભિષેક બૅનરજીના ઘરે પહોંચેલી પોલીસ અને સર્ચ-ઑપરેશન પછી મીડિયા સાથે વાત કરતો અભિષેક.


પશ્ચિમ બંગાળ પોલીસ અને કેન્દ્રીય દળોએ શનિવારે વહેલી સવારે બે વાગ્યે તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિષેક બૅનરજીના કાલીઘાટસ્થિત નિવાસસ્થાને પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેમના પર્સનલ અસિસ્ટન્ટ (PA) સુમિત રૉય સામે એક નાણાકીય ફ્રૉડના કેસમાં તપાસ ચાલી રહી છે અને તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. મધરાત બાદ થયેલી આ કાર્યવાહીને કારણે તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અભિષેક બૅનરજીના ઘરે પહોંચ્યાં હતાં અને થોડી વારમાં નીકળી ગયાં હતાં.

પોલીસની ટીમ માટે ૪ કલાક સુધી ઘરનો દરવાજો ખોલવામાં ન આવતાં પોલીસે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમને બોલાવી હતી અને ઘરનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સર્ચ હાથ ધરી હતી. જોકે ઘરમાંથી સુમિત રૉય મળ્યો નહોતો. પોલીસે કોઈ જપ્તી કરી નહોતી અને ખાલી હાથે નીકળી ગઈ હતી.



પશ્ચિમ મેદિનીપુરના સાલ્બોની પોલીસ-સ્ટેશનમાં સુમિત રૉય સામે ફરિયાદ નોંધાઈ છે. સુમિત રૉયનું લાસ્ટ લોકેશન અભિષેક બૅનરજીનું ઘર જાણવા મળતાં પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
આ મુદ્દે અભિષેક બૅનરજીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે તાળું તોડીને આખા ઘરની તપાસ કરી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું પોલીસને સુમિત રૉય તેમના નિવાસસ્થાને મળ્યો? ત્યારે તેમણે કહ્યું હતું કે તમારે આ પ્રશ્ન પોલીસને પૂછવો જોઈએ જેમણે મારા ઘરની સંપૂર્ણ તપાસ કરી હતી, હું પોલીસનો પ્રવક્તા નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 09:28 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK