PM Narendra Modi Security Breach: બુધવારે 19 જૂને આ વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુરક્ષા અધિકારીએ વાહનના બોનેટ પર પડેલી ચપ્પલને ઉપાડી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
લોકસભા 2024ની ચૂંટણીમાં જીત્યા બાદ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમણે લડેલી વારાણસી લોકસભા બેઠકની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ મોદીએ એક ભવ્ય રોડ શો પણ કર્યું હતું, પરંતુ તે દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi Security Breach) સાથે એવી એક ઘટના બની હતી જેને લઈને હવે મોટો વિવાદ વકરે એવી શક્યતા છે. વડા પ્રધાન મોદીના આ રોડ શોમાં તેમના કાફલા પર ભીડમાંથી કોઈ વ્યક્તિએ ચપ્પલ ફેંકયું હતો. પીએમ મોદીની ગાડી પર ચપ્પલ ફેંકવામાં આવ્યા હોવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi Security Breach) બુલેટપ્રૂફ કાર પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. મંગળવારે 18 જૂનના રોજ પીએમ મોદીએ વારાણસીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પીએમ મોદીની બુલેટપ્રૂફ એસયુવી કાર પર ચપ્પલ ફેંકયું હતું. આ ચપ્પલ પીએમ મોદીના કારના બોનેટ પર પડી હતી. બુધવારે 19 જૂને આ વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુરક્ષા અધિકારીએ વાહનના બોનેટ પર પડેલી ચપ્પલને ઉપાડી રહ્યા છે. જે કાર પર ચપ્પલ ફેંકવામાં આવ્યું તે જ કારમાં પીએમ મોદી બેસ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ચપ્પલ કથિત રીતે ભીડમાંથી કોઈ વ્યક્તિએ જ ફેંકયું હોવાની માહિતી સામે આવી છે. જેને લીધે આ ઘટના પીએમ નરેન્દ્ર મોદીના સુરક્ષા એક મોટી ચુકીનો કેસ છે તેવું જણાય છે.
ADVERTISEMENT
Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi. pic.twitter.com/epCzfrvNpx
— Frontalforce ?? (@FrontalForce) June 19, 2024
આ વાયરલ વીડિયોમાં (PM Narendra Modi Security Breach) આગળ જાણવા મળી રહ્યું છે કે કાર સાથે ચાલી રહેલા સુરક્ષા અધિકારીએ ચપ્પલને પાછું ભીડમાં ફેંકીને કારને સાફ કરી હતી. તેમ છતાં, આ ઘટના બન્યા બાદ પણ પીએમ મોદીનો કાફલાના આગળ ચાલતો જ રહ્યો. વીડિયો રેકોર્ડ કરનારા વ્યક્તિનો અવાજ પણ આ વાયરલ કિલ્પમાં રેકોર્ડ થયો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, "જ્યારે પીએમ મોદીની કાર અહીં પહોંચી છે ત્યારે ચપ્પલ ફેંકીને મારી દીધું છે કોઈએ.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ ઘણા હેન્ડલ દ્વારા આ વીડિયોને અનેક વખત શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ (PM Narendra Modi Security Breach) પર પણ શેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે ચપ્પલ પીએમ મોદીના વાહન પર ફેંકવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર 18 જૂને વારાણસીમાં હતા. તેમણે ગંગા નદીના કાંઠે પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. 2014થી વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવ્યા છે. વડા પ્રધાને આ બેઠક પરથી સતત ત્રીજી વખત 2014, 2019 અને 2024 લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે.

