બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયેટ સંઘના વિજયની વર્ષગાંઠ નિમિત્તે ૯ મેએ વિક્ટરી ડે પરેડનું આયોજન કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયાનો પ્રવાસ સ્થગિત થઈ ગયો છે. તેઓ રશિયામાં વિક્ટરી ડે પરેડમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સામેલ થવાના હતા, પરંતુ હવે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પહલગામમાં આતંકવાદી હુમલો અને ત્યાર બાદ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તનાવને લઈને પ્રવાસ રદ કરવાનો નિર્ણય થયો છે. બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયેટ સંઘના વિજયની વર્ષગાંઠ નિમિત્તે ૯ મેએ વિક્ટરી ડે પરેડનું આયોજન કરવામાં આવે છે.
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ૯ મેએ મૉસ્કોમાં યોજાનારી વિક્ટરી પરેડમાં સામેલ થવાના હતા, જેને લઈને બન્ને દેશોમાં ઉત્સાહ હતો; પરંતુ કેટલાક દિવસો પહેલાં જ એને સ્થગિત કરવાની માહિતી આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદલે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.’
ADVERTISEMENT
ભારતીય પતિ વગર ૧૪ દિવસના બાળક સાથે સ્વદેશ પાછી ફરી પાકિસ્તાની મહિલા

ગઈ કાલે પાકિસ્તાની નાગરિક સારા ખાન પોતાના ૧૪ દિવસના બાળક સાથે સ્વદેશ પાછી ફરવા અટારી-વાઘા બૉર્ડર પર આવી હતી. તે પોતાના પતિ ઔરંગઝેબ વગર જ પાકિસ્તાન ગઈ હતી, કારણ કે ઔરંગઝેબ ભારતીય નાગરિક છે.


