અમેરિકાસ્થિત કન્સલ્ટિંગ ફર્મ ‘મૉર્નિંગ કન્સલ્ટ’ દ્વારા રિલીઝ કરવામાં આવેલા ‘ગ્લોબલ લીડર અપ્રૂવલ’ સર્વેમાં આ તારણ આવ્યું
ફાઈલ ફોટો
નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયામાં સૌથી વધુ ૭૬ ટકાના સોલિડ અપ્રૂવલ રેટિંગની સાથે સૌથી પૉપ્યુલર ગ્લોબલ વર્લ્ડ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકાસ્થિત કન્સલ્ટિંગ ફર્મ ‘મૉર્નિંગ કન્સલ્ટ’ દ્વારા રિલીઝ કરવામાં આવેલા ‘ગ્લોબલ લીડર અપ્રૂવલ’ સર્વે અનુસાર પીએમ મોદીનું અપ્રૂવલ રેટિંગ આ લિસ્ટમાં તેમના પછીના સ્થાને રહેલા લીડર સ્વિટ્ઝરલૅન્ડના પ્રેસિડન્ટ અલૈન બેરસેટ કરતાં ૧૨ ટકા વધુ છે.
પીએમ મોદી છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત આ લિસ્ટમાં ટૉપ પર છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન આ લિસ્ટમાં ૪૦ ટકા અપ્રૂવલ રેટિંગની સાથે સાતમા સ્થાને છે. નોંધપાત્ર છે કે ૬થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમ્યાન કલેક્ટ કરવામાં આવેલા ડેટા અનુસાર મોદીનું ડિસઅપ્રૂવલ રેટિંગ પણ સૌથી ઓછું માત્ર ૧૮ ટકા છે.
આ લિસ્ટમાં ટૉપ ૧૦ લીડર્સમાં કૅનેડાના જસ્ટિન ટ્રુડોનું સૌથી વધુ ડિસઅપ્રૂવલ રેટિંગ ૫૮ ટકા છે.

