કૉમર્સ મિનિસ્ટરે લોકસભામાં રજૂ કર્યું જન વિશ્વાસ બિલ 2.0
પીયૂષ ગોયલ
કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે લોકસભામાં ગઈ કાલે જન વિશ્વાસ (સુધારા) બિલ 2.0 રજૂ કર્યું હતું જેમાં નાના ગુનાઓને અપરાધમુક્ત જાહેર કરવા માટે ૩૫૦થી વધુ સુધારા સામેલ છે. ઘણા ફેરફાર હેઠળ હવે નાના ગુનાઓ માટે કોઈ સજા નહીં થાય. આ બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે જે શિયાળુ સત્રમાં એનો અહેવાલ રજૂ કરશે. આ બિલની શરતો અને નિયમો લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે.
આ પગલાથી ઉદ્યોગપતિઓ માટે વ્યવસાય કરવાનું વધુ સરળ બનશે. સરકારે પહેલાંથી જ ૧૮૩ નાના ગુનાઓને અપરાધમુક્ત જાહેર કરી દીધા છે અને હવે અન્ય ઘણી જોગવાઈઓમાંથી જેલની સજા પણ દૂર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પહેલ દેશમાં વ્યવસાય અને નાગરિક-કેન્દ્રિત વાતાવરણને મજબૂત બનાવશે. ૨૦૨૩માં પણ જન વિશ્વાસ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો, જેના હેઠળ ૧૯ મંત્રાલયો અને વિભાગોના ૪૨ કેન્દ્રીય કાયદાઓની ૧૮૩ જોગવાઈઓને અપરાધમુક્ત જાહેર કરવામાં આવી હતી. કેટલાક નિયમો એવા છે જેમાં સજા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ દંડ લાદવામાં આવશે.


