પાકિસ્તાને કરેલા હુમલામાં ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે ૫૭ લોકો ઘાયલ થયા છે. અનેક વિસ્તારોમાં બુધવાર બપોરે અંદાજે બે વાગ્યા સુધી ગોળીબાર થયો હતો
ગઈ કાલે શ્રીનગર પાસેના વુયાનમાં તૂટી પડેલા અૅરક્રાફ્ટના હિસ્સાને જોતા લોકો.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પર ભારતીય સેનાના જડબાતોડ જવાબથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે ત્યારે પાકિસ્તાની સેનાએ પૂંછ, બારામુલ્લા, રાજૌરી જિલ્લાના નિયંત્રણ રેખા (LoC)ની નજીકનાં ગામડાંઓમાં તોપથી મંગળવારે આખી રાત હુમલા કર્યા હતા. પાકિસ્તાને કરેલા હુમલામાં ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે ૫૭ લોકો ઘાયલ થયા છે. અનેક વિસ્તારોમાં બુધવાર બપોરે અંદાજે બે વાગ્યા સુધી ગોળીબાર થયો હતો જેનો ભારતીય જવાનોએ વળતો જવાબ પણ આપ્યો હતો. સેનાની જવાબી કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિકો ઠાર થયા છે.
ગઈ કાલે ઉરી પાસે પાકિસ્તાની ફાયરિંગમાં નષ્ટ થયેલું ઘર અને પુંછમાં ભંગાર થઈ ગયેલી કાર.
ADVERTISEMENT

અધિકારીઓએ આદેશ આપ્યો છે કે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બુધવારે બંધ રહેશે. ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે સોશ્યલ મીડિયા ઍક્સ પર જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ, સામ્બા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં આજે બધી સ્કૂલ-કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનનના ૧૦ સૈનિકોને માર્યા


