સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા
પોની-માલિકો ધરણાં પર બેઠા
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાનાં કારણોસર પર્યટન-સ્થળો બંધ કરી દેવામાં આવ્યાં છે અને ડરને લીધે ટૂરિસ્ટો આવતાં ડરે છે એટલે સ્થાનિક પોની-માલિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ પોતે પહલગામમાં સાઇકલ ચલાવીને સબ સલામતનો સંદેશ આપ્યો હતો. આમ છતાં સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા. તેમનું કહેવું હતું કે મંગળવારે એક બેઠકમાં મુખ્ય પ્રધાને વચન આપ્યું હતું કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.


