પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
વાયુ સેનાના ઍર માર્શલ એ. કે. ભારતી.
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેનાએ મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું છે કે ‘ઑપરેશન સિંદૂર હજી પણ ચાલુ છે. અમે આ ઑપરેશનનો ઉદ્દેશ પૂરો કર્યો છે. ભારતીય વાયુસેનાએ ઑપરેશન સિંદૂર હેઠળ સોંપાયેલાં તમામ કાર્યો ચોકસાઈ અને જવાબદારી સાથે સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. આ ઑપરેશન વિચારપૂર્વક અને કાળજીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું જે દેશનાં હિતોને અનુરૂપ હતું. આ ઑપરેશન હજી પણ ચાલુ હોવાથી એની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.’
વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અને અપ્રમાણિત માહિતી ન ફેલાવવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
શનિવારે સાંજે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ‘પાકિસ્તાનની અપીલ પર બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. જોકે આમ છતાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીર સહિત અનેક સ્થળોએ ડ્રોન અને મિસાઇલો છોડ્યાં હતાં. ભારતે પણ પાકિસ્તાનના આ કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો અને બધાં મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યાં હતાં.’
ઑપરેશન સિંદૂરનું અનોખું સેલિબ્રેશન

ભોપાલમાં એક સામાજિક કાર્યકર અને બ્લડ ડોનેશન કૅમ્પ યોજતા કાર્યકરે આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે હાથ ધરેલા ઑપરેશન સિંદૂર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સૅલ્યુટ કરી હતી અને રિયલ લોહીથી નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ બનાવ્યું હતું.


