Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં ફરી લહેરાયો ભગવો

ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં ફરી લહેરાયો ભગવો

Published : 14 October, 2026 03:43 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાકી રહેલી ૩૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૨૯ બેઠકો પર BJPના ઉમેદવાર, ૩ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો.

BJPના કાર્યકરોએ વિજયોત્સવ ઊજવ્યો હતો.

BJPના કાર્યકરોએ વિજયોત્સવ ઊજવ્યો હતો.


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીઓમાં મોટા ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિજય થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો છે તો ઓખા અને થરા નગરપાલિકામાં પણ BJPનો વિજય થયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વૉર્ડની કુલ ૪૪ બેઠકોમાંથી ૩૮ બેઠકો પર BJPના ઉમેદવારો વિજેતા થયા છે. પાંચ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારો અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે. 
ઓખા નગરપાલિકામાં ૯ વૉર્ડની કુલ ૩૬ બેઠકો પૈકી ૪ બેઠકો પર BJPના ઉમેદવાર બિનહરીફ થયા હતા. બાકી રહેલી ૩૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૨૯ બેઠકો પર BJPના ઉમેદવાર, ૩ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો.


ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ એકબીજાનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.



કમલમ્‍‍માં વિજયોત્સવ ઊજવાયો 


ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા સહિત ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJPના થયેલા વિજયને વધાવવા માટે કોબા ખાતે આવેલા ગુજરાત BJPના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે વિજયોત્સવ ઊજવાયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ આ વિજયોત્સવમાં સામેલ થયા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને મોં મીઠું કરાવીને વિજેતા ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. કાર્યકરોએ ઢોલનગારા વગાડીને તેમ જ ફટાકડા ફોડીને ભારત માતા કી જય, વંદે માતરમ્‍‍ના નારા લગાવીને ખુશી વ્યક્ત કરી હતી. 

થરા નગરપાલિકાના ૬ વૉર્ડની કુલ ૨૪ બેઠકો પૈકી ૧૯ બેઠકો પર BJPના ઉમેદવાર અને પાંચ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે.
સ્થાનિક સ્વરાજયની પેટાચૂંટણીમાં ખેરાલુ નગરપાલિકાની એક બેઠક પર BJPના ઉમેદવાર, છોટાઉદેપુર નગરપાલિકાની એક બેઠક પર BJPના ઉમેદવાર અને બાયડ નગરપાલિકાની એક બેઠક પર BJPના ઉમેદવાર વિજેતા થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અને પડધરી તાલુકા પંચાયતની એક બેઠક પર કૉન્ગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 03:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK