Narendra Modi Instagram Followers:વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના પ્રથમ એવા નેતા બની ચૂક્યા છે કે જેઓના ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે.
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જગવિખ્યાત છે. તેઓ એક એવા નેતા છે જે સતત સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના પ્રથમ એવા નેતા બની ચૂક્યા છે કે જેઓના ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સ પૂર્ણ (Narendra Modi Instagram Followers) થઈ ગયા છે. આ જ બાબત બતાવે છે કે તેઓ કેટલા પ્રભાવશાળી અને લોકપ્રિય છે.
નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા હાજરી સતત વધી રહી છે
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામ (Narendra Modi Instagram Followers) સાથે પોતાની સફર શરૂ કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી તેઓની સોશિયલ મીડિયા પર હાજરી સતત વધતી રહી છે. એવું પણ કહી જ શકીએ કે તેમની રાજકીય છબિ અને જનસંપર્કને મજબૂત કરવામાં સોશિયલ મીડિયાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. વડા પ્રધાને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો સુદ્ધા શુભારંભ કરાવ્યો હતો. તેઓના આ મિશનને પ્રોત્સાહન આપતાં કરોડો ભારતીયોએ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૬ સુધી ઇન્ટરનેટ પર આવીને ડિજિટલ રીતે પોતાના વિચારો શૅર કરવાનું શરૂ કર્યું હતું.
ડોનલ્ડ ટ્રમ્પને પણ મૂક્યા પાછળ
નરેન્દ્ર મોદીએ આ મામલે અમેરિકાના વડા પ્રધાનને પણ પછાડી નાખ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરવામાં આવે તો તેઓ 43.2 મિલિયન ફોલોઅર્સ (Narendra Modi Instagram Followers) ધરાવે છે. તેમના પછીના ક્રમે આવે છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો, કે જેઓ 15 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ત્યારબાદ 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાનો નંબર આવે છે. ત્યારબાદ 11.6 મિલિયન ફોલોઅર્સ સાથે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયિપ એર્દોગનનો ક્રમ આવે છે. ત્યારબાદ આવે છે 6.4 મિલિયન ફોલોઅર્સ સાથે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે. જો આ પાંચેય નેતાઓના ટોટલ ફોલોઅર્સનો સરવાળો કરવામાં આવે તો પણ તેની સંખ્યા એકલા પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા કરતા ઓછી જ છે.
ભારતીય નેતાઓમાં પણ અવ્વલ મોદી જ!
જો ભારતીય નેતાઓની વાત કરવામાં આવે તો પણ પીએમ મોદી અન્ય ભારતીય નેતાઓ કરતા ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દૃષ્ટિએ ઘણા આગળ જોવા મળે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઇન્સ્ટાગ્રામ પર 1.6 કરોડ ફોલોઅર્સ છે. રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર 1.2 કરોડ ફોલોઅર્સ છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી 11.9 મિલિયન ફોલોઅર્સ છે. દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે. રાજસ્થાન વિધાનસભાના ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીના 3 મિલિયન ફોલોઅર્સ છે.
જો દેશમાં આ પાંચ નેતાઓના કુલ ફોલોઅર્સનો સરવાળો કરવામાં આવે તો પણ તેનો આંકડો પીએમ મોદી કરતા તો ઓછો (Narendra Modi Instagram Followers) જ થવાનો છે. આમ, દેશ-વિદેશના નેતાઓમાં પણ ઇન્સ્ટાગ્રામમાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જ દબદબો છે.
આપણે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Narendra Modi Instagram Followers)ની. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર કુલ 1205 જેટલી પોસ્ટ કરી છે. એ વાત પણ જાણી લો કે તેઓ ઇન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટની વાત કરવામાં આવે તો ત્યાં તેઓ 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ જ બાબત દર્શાવે છે કે વડા પ્રધાન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ડિજિટલ યુગમાં એક પ્રભાવશાળી અને લોકપ્રિય પોલિટિશ્યનના રૂપમાં ઉભરી આવ્યા છે.
