જોકે પીએમઓ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે...
સીકરમાં વિડિયો કૉન્ફરન્સિંગથી પીએમ-કિસાન સંમેલનમાં ભાગ લઈ રહેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજસ્થાનના સીકર જિલ્લામાં મુલાકાત પહેલાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘પીએમ મોદીજી, તમે રાજસ્થાનમાં આવ્યા છો. તમારી ઑફિસ પીએમઓએ પહેલાંથી નક્કી થયેલા ત્રણ મિનિટનું મારું સંબોધન કાર્યક્રમમાંથી હટાવ્યું છે એટલા માટે હું તમારું ભાષણના માધ્યમથી સ્વાગત નહીં કરી શકું. હું એ ટ્વીટના માધ્યમથી તમારું રાજસ્થાનમાં દિલથી સ્વાગત કરું છું.’
જોકે પીએમઓ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે ‘પ્રોટોકૉલ અનુસાર તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તમારી સ્પીચ માટે સમય પણ ફાળવવામાં આવ્યો હતો. જોકે તમારી ઑફિસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તમે નહીં આવી શકો.’


